ETV Bharat / bharat

દિલ્હીમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપ, આરોપીની ધરપકડ - kent area

દિલ્હીમાં એક નવ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ કરવાનો આરોપ લગાવ્યો છે. આ ઘટના ગત રવિવારે બની હતી. પોલીસે આરોપીની ધરપકડ કરીને સંબંધિત કલમો હેઠળ FIR નોંધી છે.

દિલ્હીમાં દુષ્કર્મની ઘટના
દિલ્હીમાં દુષ્કર્મની ઘટના
author img

By

Published : Aug 2, 2021, 11:32 AM IST

  • દિલ્હીમાં 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ
  • દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીની ધરપકડ
  • સ્મશાનના પૂજારી પર જ હત્યાનો આરોપ

નવી દિલ્હી : 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાનો કેસ સામે આવ્યો છે. હત્યાનો આરોપ સ્મશાનના પૂજારી પર છે, જેમણે દુષ્કર્મ પછી પરિવારના સભ્યો પર મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા માટે દબાણ કર્યું હતું. પૂજારીએ પરિજનોને જણાવ્યુંં કે, છોકરી વોટર કુલરથી પાણી લેવા આવી હતી. જ્યાં તેનું કરંટ લાગવાથી મોત થયું હતું.

સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

બાળકીને હોસ્પિટલ ન લઇ જવાની વાત કહીને આરોપીએ પરિવારજનોને ભ્રમિત કરી દીધા હતા. આરોપીએ જણાવ્યું હતું કે, જો પોલીસ આવશે તો તેઓ બાળકીને હોસ્પિટલ લઈ જશે. જ્યાં તેના તમામ અંગો ચોરાઈ જશે. ત્યારબાદ આરોપીના કહેવા પ્રમાણે સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા. પરંતુ પરિજનોએ આ ઘટનાની પોલીસને જાણ કરી હતી.

આ પણ વાંચો : કેશોદમાં ખાનગી શાળાની મહિલા શિક્ષિકા પર જાતિય દુષ્કર્મ

સ્મશાનની બહાર ગામના 200થી વધુ લોકો ઘેરાબંદી કરીને ઉભા હતા

ડીસીપી સાઉથ વેસ્ટ નિર્દેશિત પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે, પોલીસને આ બાબતની માહિતી ગત રાત્રિએ લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ મળી હતી. જ્યારે સ્મશાનની બહાર ગામના 200થી વધુ લોકો ઘેરાબંદી કરીને ઉભા હતા. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઘટનાની જાણ થયા પછી ફોરેન્સિકની ટીમને બોલાવવામાં આવી હતી.

પુત્રીનો તેમની સંમતિ વિના જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો

પરિજનોનો આરોપ છે કે, તેમની પુત્રીનો તેમની સંમતિ વિના જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો. દીકરીના મૃતદેહ પર દાઝવાના નિશાન હતા. જે કરંટ લાગવાના કારણે આવતા નથી. પરિજનોએ પોલીસને જણાવ્યું હતું કે, સ્મશાન નજીકના ગામમાં રહે છે. રવિવારે સાંજે તેની પુત્રી વોટર કૂલરથી પાણી લેવા ગઈ હતી. પરંતુ લાંબા સમય સુધી પાછા ફરી ન હતી.

આ પણ વાંચો : વાપીના વિધર્મી પરિણીત યુવકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી, પોલીસે કરી ધરપકડ

પૂજારીએ સમજાવીને મૃતદેહનો અગ્નિસંસ્કાર કરાવી દીધો

સાંજે લગભગ છ વાગે પૂજારીએ માતાને સ્મશાનગૃહમાં બોલાવી અને બાળકીનો મૃતદેહ બતાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે, પાણી લેતી વખતે છોકરીને કરંટ લાગ્યો હતો. જોકે, તેના હોઠ વાદળી થઈ ગયા હતા અને તેના કાંડા પર દાઝવાના નિશાન હતા. આ પછી પૂજારીએ સમજાવીને મૃતદેહનો અગ્નિસંસ્કાર કરાવી દીધો હતો. પોલીસને જાણ થયા પછી પુજારીને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને સંબંધિત કલમો હેઠળ FIR નોંધવામાં આવી રહી છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.