નવી દિલ્હી: JNUની પૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રાશિદ (former JNU student leader Shehla Rashid) તેના વિવાદાસ્પદ નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહે છે. 18 ઓગસ્ટ 2019ના રોજ શેહલાએ ભારતીય સેનાને લઈને ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપ્યા હતા. શેહલા રાશિદે એક પછી એક અનેક ટ્વિટ કરીને ભારતીય સેના પર કાશ્મીરી લોકો પર અત્યાચાર કરવાના ગંભીર આરોપો લગાવ્યા હતા. આ ટ્વીટ્સને જોતા દિલ્હી પોલીસે શેહલા રાશિદ વિરુદ્ધ દેશદ્રોહનો કેસ (Delhi LG VK Saxena approves sedition case) નોંધ્યો હતો.
સેના વિરોધી આપ્યા હતા આરોપો: ભારતીય સેનાએ સ્પષ્ટીકરણ આપતાં તેના સેના વિરોધી આરોપોને ફગાવી દીધા હતા. ત્યારથી આ મામલો કોર્ટમાં પેન્ડિંગ છે. શેહલા પર રાજદ્રોહનો કેસ ચલાવવો જોઈએ કે નહીં તે અંગે સરકાર દ્વારા મોકલવામાં આવેલી ફાઇલ પર લેફ્ટનન્ટ ગવર્નરે હવે કાર્યવાહીને મંજૂરી આપી છે.
આ પણ વાંચો: JNUના વિદ્યાર્થીએ ભારતીય સૈન્ય વિરુદ્ધ ટ્વિટ કરતા ફરિયાદ નોંધાઈ
રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચાર: ફેબ્રુઆરી વર્ષ 2016મા જ્યારે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્ર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, ત્યારે શેહલા રાશિદ જેએનયુના ઉપાધ્યક્ષ હતા અને કન્હૈયા કુમાર પ્રમુખ હતા. દેશ વિરોધી નારા લગાવવાના આરોપોથી ઘેરાયેલા કન્હૈયાને જેલમાં જવું પડ્યું. પરંતુ શેહલા રાશિદ બચી ગઈ હતી. તે જ સમયે, કન્હૈયા કુમાર સહિત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પર આરોપ લાગ્યા બાદ તેણે અવાજ ઉઠાવ્યો હતો.
રાજકારણમાં મળી નિષ્ફળતા: પોલીસ હેડક્વાર્ટરથી લઈને વિવિધ સ્થળોએ પ્રદર્શનમાં સામેલ થઈ હતી. કન્હૈયા કુમાર પર અનેક મોરચે લાગેલા આરોપોને નકારવાની સાથે તેણે વિરોધી જૂથના વિદ્યાર્થી સંગઠનને પણ ભીંસમાં મૂક્યું હતું. તેની તપાસ હજુ ચાલુ છે. શેહલા રશીદે જેએનયુમાંથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ એનઆઈટી શ્રીનગરથી એન્જિનિયરિંગ કર્યું છે. આ પછી શેહલાએ એન્જિનિયર તરીકે પણ કામ કર્યું હતું. નોકરીમાં હતા ત્યારે તે ટૂંક સમયમાં જ ભ્રમિત થઈ ગઈ, ત્યારબાદ તેણે રાજકારણમાં પણ પ્રવેશ કર્યો. પરંતુ અહીં તેને કોઈ સફળતા મળી ન હતી.
આ પણ વાંચો: મળો JNUના એ કમ્પ્યૂટર ઓપરેટરને, જેના નામે છે 9 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ…
કલમ 370નો કર્યો હતો વિરોધ: જણાવી દઈએ કે ઓગસ્ટ 2019માં જ્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું બિલ સંસદમાં પાસ થયું ત્યારે શેહલા રશીદે તેનો જોરદાર વિરોધ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયા બાદ ઘણા વિવાદાસ્પદ નિવેદનો આપવામાં આવ્યા હતા. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવા અંગે ઘણા મંચો પર વિરોધ નોંધાવ્યો છે.