- દિલ્હી ઔદ્યોગિક રાજ્ય નથી, તેને ટેન્કર ક્યાંથી મળે ?
- દિલ્હી સરકારે કેટલાક ઔદ્યોગિક ગૃહોને વિનંતી કરીને કેટલાક ટેન્કર મેળવ્યા
- દિલ્હીને ફાળવવામાં આવેલા સો મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન આપી શકશે
નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટના જસ્ટીસ વિપિન સંઘની અધ્યક્ષતાવાળી બેંચે હાઈકોર્ટની અવમાનના કેન્દ્ર સરકારના આદેશને પાછો ખેંચવાની માંગણી કરતી અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે, દિલ્હી ઔદ્યોગિક રાજ્ય નથી, તેને ટેન્કર ક્યાંથી મળી શકે. આ સાથે કોર્ટે કેન્દ્ર સરકારની આ અરજી પર દિલ્હી સરકારને નોટિસ પણ પાઠવી છે.
1 મેના રોજ બત્રા હોસ્પિટલમાં કેટલાક દર્દીઓનું ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુ
1 મેના રોજ, હાઈકોર્ટે કેન્દ્ર સરકારને દેશ આપ્યો હતો કે, દિલ્હીને તેના ફાળવવામાં આવેલા ઑક્સિજન ક્વોટાના 490 મેટ્રિક ટન સપ્લાય સુનિશ્ચિત કરે, નહિ તો કેન્દ્ર વિરુદ્ધ તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. કોર્ટે આ આદેશ આપ્યો હતો જ્યારે તેને સૂચના આપવામાં આવી કે, 1 મેના રોજ બત્રા હોસ્પિટલમાં કેટલાક દર્દીઓનું ઓક્સિજનના અભાવને કારણે મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : મધ્યપ્રદેશના છતરપુરમાં હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાય બંધ થતાં 6 દર્દીઓના મૃત્યુ
ટેન્કર આપવાની જવાબદારી કેન્દ્ર સરકાર ઉપર મૂકી શકાય નહિ
સુનાવણી દરમિયાન કેન્દ્ર વતી સૉલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું હતું કે, ટેન્કર આપવાની જવાબદારી કેન્દ્ર સરકાર ઉપર મૂકી શકાય નહિ. ત્યારે દિલ્હી સરકાર વતી વકીલ રાહુલ મેહરાએ કહ્યું કે, કેન્દ્ર સરકાર ટેન્કર આપવા માટે દિલ્હીના સંસાધનો વાપરીને ટેંકર ઉપલ્બધ કેમ ન કરી શકે ? મહેરાએ કહ્યું કે, દિલ્હી એક ગેર-ઔદ્યોગિક રાજ્ય છે. દિલ્હી સરકારે કેટલાક ઔદ્યોગિક ગૃહોને વિનંતી કરીને કેટલાક ટેન્કર મેળવ્યા છે. મેહરાએ પૂછ્યું કે, જો કેન્દ્ર સરકાર દિલ્હીને વધુ મદદ ન કરી શકે, તો શું તે દિલ્હીને ફાળવવામાં આવેલા સો મેટ્રિક ટનથી વધુ ઓક્સિજન આપી શકશે નહિ.
આ પણ વાંચો : વડોદરામાં ઑક્સિજન અંગે લઈને પ્રધાન યોગેશ પટેલે યોજી બેઠક
આ મામલાને ન્યાયિક સમાધાનની જરૂર
સુનાવણી દરમિયાન એમિકસ ક્યુરિયા રાજશેખર રાવે કહ્યું કે, આ મામલાને ન્યાયિક સમાધાનની જરૂર છે. ત્યારે મહેતાએ કહ્યું કે, આ મામલે વજન આપવાની જરૂર નથી. કારણ કે, જો આવું થાય તો તેની કોરોના મેનેજમેન્ટ પર ગંભીર અસર પડશે. તેમણે હાથ જોડીને વિનંતી કરી કે, આ એક બંધારણીય મુદ્દો છે અને આનાથી સમગ્ર દેશમાં કોરોનાના સંચાલનને અસર થશે.
કાયદાકીય તપાસ વિના આ મુદ્દાનો કોઈ ઉકેલ આવે તો તે સારું
મહેતાએ કહ્યું કે, શું કોર્ટ દરેક રાજ્યને એમ કહેવા માંગે છે કે આ મુદ્દો રાજ્યનો વિષય નથી. આ બાબતને દેશના નાગરિક તરીકે વિચાર કરો. કોર્ટે કહ્યું કે, અમે આ મુદ્દાને હમણા માટે ખુલ્લો મૂકીએ છીએ. કોર્ટે કહ્યું કે, જો કાયદાકીય તપાસ વિના આ મુદ્દાનો કોઈ ઉકેલ આવે તો તે સારું રહેશે. કોર્ટે એમિકસ રાજશેખર રાવને પણ આ સંદર્ભે તેમના સૂચનો આપવા સૂચના આપી છે.