નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે મંગળવારે એક વ્યક્તિને છ મહિનાની જેલની સજા ફટકારી છે. એક વ્યક્તિએ કોર્ટ પાસે માંગ કરી હતી કે તેની અરજી ફગાવી દેનાર જજને મૃત્યુદંડની સજા થવી જોઈએ. આના પર જસ્ટિસ શૈલેન્દર કૌર અને જસ્ટિસ સુરેશ કુમાર કૈતની ડિવિઝન બેંચે કહ્યું કે નરેશ શર્મા નામના વાદી, જેમની સામે ઓગસ્ટમાં અપરાધિક અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, તેને પોતાના કાર્યો અને વર્તન માટે કોઈ પસ્તાવો નથી. ડિવિઝન બેન્ચે કહ્યું કે અમે કોર્ટની અવમાનના કાયદા, 1971 હેઠળ અપરાધીને દોષિત માનીએ (Court sentences man to six months imprisonment) છીએ.
છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી: ડિવિઝન બેન્ચે કહ્યું કે પરિણામે તેને રૂ. 2,000નો દંડ અને છ મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. તેમજ દંડ ન ભરે તો સાત દિવસની વધારાની સજા ભોગવવી પડશે. વાદી નરેશ શર્માને કસ્ટડીમાં લઈ તિહાર જેલ હવાલે કરવાનો નિર્દેશ પણ આપવામાં આવ્યો (Court sentences man to six months imprisonment) હતો.
દિલ્હી હાઈકોર્ટ પર આરોપ: ડિવિઝન બેન્ચે વધુમાં જણાવ્યું હતું કે તેમની ફરિયાદમાં નરેશ શર્માએ સિંગલ જજને ચોર કહેવાની સાથે એ પણ કહ્યું હતું કે દિલ્હી હાઈકોર્ટ ગુનાહિત પરિસ્થિતિને વધુ જટિલ બનાવવામાં સામેલ છે.
કોર્ટની ટકોર: બેન્ચે જણાવ્યું હતું કે, દેશના જવાબદાર નાગરિકો તરીકે, દરેક વ્યક્તિએ કોર્ટની ગરિમા અને કાયદાની ન્યાયિક પ્રક્રિયાને જાળવી રાખીને સભ્ય રીતે તેમની ફરિયાદો રજૂ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.