નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે મંગળવારે મુખર્જી નગરમાં કોચિંગ સેન્ટરનોના સંચાલન સાથે સંબંધિત અરજી પર સુનાવણી કરી રહી હતી. આ અરજીઓમાં એવી અરજી પણ સામેલ છે કે, જેમાં હાઈકોર્ટે 16 જૂને ભંડારી હાઉસ નામની ઈમારતમાં ચાલતા કોચિંગ સેન્ટરમાં આગ લાગવાની ઘટના માંથી સંજ્ઞાન લીધા બાદ કાર્યવાહી શરૂ કરી હતી. મંગળવારે હાઈકોર્ટે વગર ફાયર એનઓસી વાળા કોચિંગ સેન્ટરોને લઈને દિલ્હી પોલીસ, એમસીડી અને સરકારને આ મામલે જવાબ દાખલ કરવા માટે ચાર સપ્તાહનો સમય આપ્યો હતો.
કોચિંગ સેન્ટરોને બંધ કરવાનો આપ્યો હતો આદેશ: મહાસંઘ દ્વારા હાઈકોર્ટમાં 25 જુલાઈના આદેશની સમીક્ષાની માંગ કરતી એક અરજી પણ દાખલ કરવામાં આવી હતી. જેના દ્વારા શહેરના અધિકારીઓને અગ્નિશામક સેવા વિભાગ પાસેથી એનઓસી વગર ચાલી રહેલા તમામ કોચિંગ સેન્ટરોને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. ન્યાયલયે કહ્યું કે શહેરમાં કોચિંગ સેન્ટર દિલ્હી માસ્ટર પ્લાન (એમપીડી), 2021 હેઠળ બંધારણીય આવશ્યકતાઓ અનુરૂપ નથી. માટે વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દા પર કોઈ બાંધછોડ ન ચલાવી લેવાઈ. જોકે, કોચિંગ સેન્ટરોના એક સંઘનુ પ્રતિનિધિત્વ કરનાર વકીલે દાવો કર્યો હતો કે, તેઓ માપદંડોનું પાલન કરી રહ્યાં છે. જેના પર હાઈકોર્ટે કહ્યું કે, તે અધિકારીઓને જોવું રહેશે કે, તે પાલન કરી રહ્યાં છે કે નહીં.
વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે કોઈ બાંધછોડ નહીં: મુખ્ય ન્યાયધીશ સતીશ ચંદ્ર શર્મા અને ન્યાયમૂર્તિ સંજીવ નરૂલાની પીઠને કહ્યું કે, વિદ્યાર્થીઓની સુરક્ષાના મુદ્દે કોઈ બાંધછોડ ન કરી શકાય. અદાલતે કહ્યું કે, સમીક્ષા અરજી પ્રત્યે તે તમામ પક્ષોને સુપ્રત કરવામાં આવે કે જેઓ આ મામલે સંકળાયેલા છે. આ મામલે દિલ્હી નગર નિગમ રાજ્ય સરકાર અને મુખર્જી નગર પોલીસ સ્ટેશનના એસએચઓને ચાર સપ્તાહની અંદર પોતાની સ્થિતિનો અહેવાલ રજૂ કરવાનું પણ કહ્યું છે , કોર્ટે કહ્યું કે અમારો આદેશ બિલ્કુલ સ્પષ્ટ છે. જો કોઈ કોચિંગ સેન્ટર એમપીડી 2021 અનુરૂપ છે તો તેને બંધ કરવા પડશે.
કોચિંગ સેન્ટર એમપીડી 2021નું થાય પાલન: પીઠે કહ્યું કે, એ જોવું રહ્યું કે, અધિકારીઓનું કામ છે કે, કોચિંગ સેન્ટર એમપીડી 2021ના માપદંડોનું પાલન કરી રહ્યાં છે કે નહીં. કોર્ટે આ મામલે 23 નવેમ્બરની તારીખે સુનાવણી માટે નક્કી કરી છે. સુનાવણી દરમિયાન, મહાસંઘના વકીલે સ્વીકાર્યુ કે, વિદ્યાર્થીઓ માટે સુરક્ષા સર્વોપરી છે. દિલ્હી સરકારના સ્થાયી અધિવક્તા સંતોષ કુમાર ત્રિપાઠી અને અરૂણ પંવારે સરકાર અને દિલ્હી અગ્નિશામક સેવાનું પ્રતિનિધિત્વ કર્યુ. દિલ્હી અગ્નિશામક સેવાએ પોતાની સ્થિતિનો રિપોર્ટ રજૂ કરતાં કહ્યું કે, તેણે 461 કોચિંગ સેન્ટરોનું સર્વેક્ષણ કર્યુ અને જાણ્યું કે, દિલ્હી અગ્નિશામક સેવા અધિનિયમ અને તેના નિયમોનુસાર અપેક્ષિત અગ્નિ નિવારણ અને સુરક્ષા ઉપાયોનું પાલન ન કર્યું હોય તેવું સ્પષ્ટ દેખાયું હતું. અદાલતે પોલીસ, અગ્નિશામક સેવા વિભાગ અને અન્ય અધિકારીઓ પાસેથી 30 દિવસની અંદર આદેશનું પાલન કરવા માટે એમસીડીને તમામ જરૂરી મદદ આપવાનું કહ્યું છે.