- દિલ્હી હાઈકોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો
- એકલા કારમાં બેઠેલી વ્યક્તિને માસ્ક લગાવવું ફરજિયાત
- માસ્ક કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઢાલ તરીકે કામ કરે
નવી દિલ્હી : રાજધાની દિલ્હીમાં કોરોનાના વધતા જતા કેસોને જોતાં દિલ્હી હાઈકોર્ટે બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. કોર્ટે એક આદેશમાં કહ્યું છે કે, એકલા કારમાં બેઠેલી વ્યક્તિને માસ્ક લગાવવું ફરજિયાત છે. કોર્ટે કહ્યું કે, માસ્ક કોરોના મહામારી સામે રક્ષણાત્મક ઢાલ તરીકે કામ કરે છે અને કોરોનાને ફેલાવવાથી અટકાવે છે.
આ પણ વાંચો : અમદાવાદ પોલીસ દ્વારા એક નવું અભિયાન શરૂ, ફ્રી માસ્કનું વિતરણ
દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી ચાર અરજીઓને કોર્ટે નકારી કાઢી
માસ્ક અંગે દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરેલી ચાર અરજીઓને નકારી કાઢતા આદેશને ફગાવી દેવામાં આવ્યો છે. કોર્ટે વધુમાં કહ્યું કે, જો ફક્ત એક જ વ્યક્તિ કારમાં બેઠી હોય, તો પણ તે કાર એક સાર્વજનિક સ્થળ છે.