ETV Bharat / bharat

Parliament Security Breach : દિલ્હી હાઈકોર્ટે આરોપી નીલમની અરજી ફગાવી, જાણો શું હતો મામલો - Delhi Police

સંસદની સુરક્ષામાં ક્ષતિના મામલે આરોપી નીલમની હેબિયસ કોર્પસ અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દેતા કહ્યું કે, આરોપી નીલમે ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, આવી સ્થિતિમાં હેબિયસ કોર્પસ અરજીનો કોઈ અર્થ નથી. Parliament Security Breach case, Habeas Corpus, Delhi High Court

Parliament Security Breach
Parliament Security Breach
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 3, 2024, 3:18 PM IST

નવી દિલ્હી : સંસદની સુરક્ષામાં ક્ષતિના મામલે આરોપી નીલમની હેબિયસ કોર્પસ અરજીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જસ્ટિસ સુરેશ કૈતે કહ્યું કે, આરોપી નીલમે ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે, આવી સ્થિતિમાં હેબિયસ કોર્પસ અરજીનો કોઈ અર્થ નથી. દિલ્હી હાઈકોર્ટે 28 ડિસેમ્બર 2023 ના રોજ વહેલી તકે નીલમની અરજી પર સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો.

આરોપી નીલમની અરજી : આરોપી નીલમની અરજીમાં માંગ કરવામાં આવી હતી કે, નીલમને હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવે અને તેને મુક્ત કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે નીલમને ટ્રાયલ કોર્ટમાં તેની હાજર કરવામાં આવી તે દરમિયાન પસંદગીના વકીલની સલાહ લેવાની મંજૂરી આપવામાં આવી ન હતી, જે તેના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોઈને અટકાયત કરીને રાખવા તે બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે.

પટિયાલા હાઉસ કોર્ટનો આદેશ : આરોપી નીલમે 2 જાન્યુઆરીના રોજ પટિયાલા હાઉસ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. પટિયાલા હાઉસ કોર્ટે જામીન અરજી પર સુનાવણી કરતા દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી હતી. જામીન અરજી પર 5 જાન્યુઆરીના રોજ સુનાવણી થવાની છે. આરોપી નીલમ સહિત આ કેસમાં છ આરોપી 5 જાન્યુઆરી સુધી દિલ્હી પોલીસની કસ્ટડીમાં છે. હાલમાં જ હાઈકોર્ટે નીલમના પરિવારને FIR ની કોપી આપવાના પટિયાલા હાઉસ કોર્ટના આદેશ પર રોક લગાવી દીધી હતી.

દિલ્હી પોલીસની અરજી : દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે પટિયાલા હાઉસ કોર્ટના આદેશને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો છે. 21 ડિસેમ્બરના રોજ પટિયાલા હાઉસ કોર્ટે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને આદેશ આપ્યો હતો કે તેઓ 24 કલાકની અંદર FIR ની કોપી આ કેસમાં આરોપી નીલમના પરિવારના સભ્યોને ઉપલબ્ધ કરાવે. એડિશનલ સેશન્સ જજ હરદીપ કૌરે આ આદેશ આપ્યો હતો. દિલ્હી પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ UAPA હેઠળ FIR નોંધી છે.

એ દિવસે શું બન્યું ? ઉલ્લેખનીય છે કે, 13 ડિસેમ્બરના રોજ બે આરોપી સંસદની વિઝિટર ગેલેરીમાંથી ગૃહમાં કૂદી પડ્યા હતા. થોડી જ વારમાં એક આરોપી ડેસ્ક પર ચાલીને પહોંચ્યો અને પોતાના બુટમાંથી કંઈક કાઢ્યું અને અચાનક પીળો ધુમાડો નીકળવા લાગ્યો હોત. આ ઘટના બાદ ગૃહમાં હોબાળો મચી ગયો હતો. હંગામા અને ધુમાડા વચ્ચે કેટલાક સાંસદોએ આ યુવકોને પકડી લીધા અને માર પણ માર્યો હતો. થોડા સમય બાદ સંસદના સુરક્ષાકર્મીઓએ બંને યુવકોને પકડી લીધા હતા. સંસદની બહાર પણ સૂત્રોચ્ચાર કરીને પીળો ધુમાડો છોડતા બે લોકો પકડાયા હતા.

  1. Prime Minister Modi : પીએમ મોદી આજે ત્રિચી એરપોર્ટ પર નવા ટર્મિનલનું ઉદ્ઘાટન કરશે
  2. લિંગ ઓળખ જાહેર થયા બાદ ટ્રાન્સજેન્ડર શિક્ષિકાને સેવામાંથી હટાવાયી, શિક્ષિકા સુપ્રીમના સહારે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.