નવી દિલ્હીઃ દિલ્હી હાઈકોર્ટે દિલ્હીની દરેક જિલ્લા અદાલતોને દરેક કેસમાં પારદર્શકતા જાળવવા કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા સૂચન કર્યુ છે. જેમાં સ્ટાન્ડરાઈઝ્ડ ઓનલાઈન ફાઈલિંગ સિસ્ટમ પર ભાર મૂકવામાં આવ્યો છે. ક્રિમિનલ પ્રોસીડિંગ, કોમર્શિયલ તેમજ સેન્સિટિવ મેટરમાં નિશ્ચિત સમય મર્યાદામાં કેસ સંદર્ભે યોગ્ય દસ્તાવેજીકરણ પર ભાર મૂકાયો છે. ચીફ જસ્ટિસ સતિશ ચંદ્ર શર્મા અને ન્યાયાધિશ સંજીવ નરૂલાએ 17 ઓગસ્ટના પોતાના આદેશમાં ઓનલાઈન ફાઈલિંગ સિસ્ટમ કરવાનું કહ્યું હતું.
ડ્રોપબોક્ષ અસુરક્ષિતઃ વર્તમાનમાં જિલ્લા અદાલતોમાં ફાઈલિંગ પ્રક્રિયાઓ સંદર્ભે પીઆઈએલ કરનાર કરણ એસ. ઠુકરાલના વકીલે કહ્યું કે વકીલો અને પક્ષો દ્વારા જુદી જુદી અરજીઓ જમા કરવા માટે એક અસુરક્ષિત ડ્રોપબોક્ષનો ઉપયોગ કરવામાં આવે છે. પીઆઈએલમાં જણાવાયુ છે કે કેટલીક અદાલતોમાં કોર્ટ માસ્ટર અથવા રીડર ફાઈલિંગ કરે છે પણ રસીદ આપતા નથી. આ પદ્ધતિમાં છેવટે અરજીઓ ખોવાઈ જતી હોયછે. અને કેટલાક દસ્તાવેજો જમા ન થવાથી ખોટા આરોપો પણ લાગી શકે છે.
આ સિસ્ટમ મુદ્દે ટ્રેનિંગ અપાશેઃ વધુમાં જણાવાયું કે ફાઈલિંગ સિસ્ટમ યોગ્ય ન હોવાથી કેસની સુનાવણીમાં ઘણી ત્રુટિઓ રહી જાય છે, દસ્તાવેજોની સંભવિત હેરાફેરી અને અવ્યવસ્થા સર્જાયછે. હાઈકોર્ટે કહ્યું કે, 2019માં આ મુદ્દે પીઆઈએલ કરવામાં આવી હતી. છતાં પણ વર્તમાનમાં જિલ્લા અદાલતોમાં એક નક્કર અને વ્યવસ્થિત કાર્યપદ્ધતિનો અભાવ જોવા મળે છે. દિલ્હી જિલ્લા અદાલતોમાં ફાઈલિંગ અને સબમિશન માટે એક સ્ટાન્ડરાઈઝ્ડ ઓનલાઈન ફાઈલિંગ સિસ્ટમ પર દિલ્હી હાઈકોર્ટે ભાર મૂક્યો હતો. આ સિસ્ટમ યોગ્ય રીતે કાર્યરત થાય તે માટે એક ટેકનિકલ સિસ્ટમ બનાવવી આવશ્યક છે. આ ઓનલાઈન પદ્ધતિનો એક વિકલ્પ વકીલને મળી રહેશે અને તેને આ મુદ્દે ટ્રેનિંગ પણ આપવામાં આવશે.
કેસોનું કેન્દ્રીકરણ કરાશેઃ આપણે આ પરિવર્તન લાવવામાં અનેક પડકારોનો સામનો કરવો પડશે. જો કે લાંબા સમયે આ પદ્ધતિ વધુ કાર્યદક્ષતા, પારદર્શકતા અને વિશ્વસનિયતાના યૂગની શરૂઆત કરશે. ખંડપીઠે સ્વીકાર્યુ કે, ઓનલાઈન સિસ્ટમને સંપૂર્ણપણે કાર્યાન્વિત કરવા માટે સમય લાગશે અને હંગામી વિકલ્પો માટે એક આદેશ જાહેર કરાશે, જેમાં જિલ્લા અદાલતોમાં નવા કેસ માટે વર્તમાન પ્રક્રિયા સમાન તેમજ બાકી રહેલા કેસોનું કેન્દ્રીકરણ કરવામાં આવશે.
સંદર્ભ સાહિત્ય ઉપલ્બધ કરાશેઃ હાઈકોર્ટે કહ્યું કે, તેઓ પોતાની વેબસાઈટ પર યથાયોગ્ય સ્ક્રીન શોટની સાથે વકીલ,પક્ષો દ્વારા રજૂ કરાયેલા દસ્તાવેજોનું ઈફાઈલિંગ કરવા માટેની પ્રક્રિયાનું સ્પષ્ટીકરણ કરતા મેન્યુઅલ, હેંડબૂક, ટ્યૂટોરિયલ વગેરેને પ્રકાશિત કરશે. સમગ્ર મામલાની સમીક્ષા માટે 9 ઓક્ટોબર નક્કી કરાઈ જ્યારે અધિકારીઓ હાઈકોર્ટની રૂલ્સ કમિટિ (નિયમ સમિતિ) સમક્ષ ચર્ચા-વિચારણા સાથે સ્ટાન્ડરાઈઝ્ડ ઓનલાઈન ફાઈલિંગ સિસ્ટમ વિશે અપડેટ આપશે.