- દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારનો ઉધડો લીધો
- પરિસ્થિતિ સુધારી શકશો કે નહીંઃ દિલ્હી હાઈકોર્ટ
- દિલ્હીમાં આ સ્થિતિ બની જ કઈ રીતેઃ દિલ્હી હાઈકોર્ટ
નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાના દર્દીઓની હાલત ખૂબ જ બગડી રહી છે. ત્યારે દિલ્હીની સ્થિતિ જોઈને દિલ્હી હાઈકોર્ટે દિલ્હી સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે જ રાજ્ય સરકારની કોરોના અંગેની વ્યવસ્થાની ટિકા પણ કરી હતી. દિલ્હી સરકારે હાઈકોર્ટની માફી માગવી પડી હતી. આ સાથે સરકારે કહ્યું હતું કે, અમે એક કલાકની અંતર કોર્ટને તમામ આંકડા આપીશું.
આ પણ વાંચોઃ સરકારની કામગીરીથી હાઇકોર્ટ નારાજ, કહ્યું-બધુ કાગળ ઉપર જ છે
તંત્રની બેદરકારીના કારણે લોકોએ સહન કરવું પડી રહ્યું છેઃ હાઈકોર્ટ
હાલમાં દિલ્હી સંસાધનોની અછતથી પીડાઈ રહ્યું છે. દિલ્હીવાસીઓની હાલત સતત બગડી રહી છે. આની પાછળ માત્ર તંત્રની બેદરકારી જવાબદાર છે. જો સમય પહેલાં તૈયારી કરી લીધી હોત તો દિલ્હીમાં આજે જે સ્થિતિ છે તેવી સ્થિતિ ન હોત. જ્યારે કેન્દ્ર સરકાર વચ્ચે આવી ત્યારે દિલ્હી સરકારે પગલા ભરવાનું શરૂ કર્યું હતું.
દિલ્હી સરકાર વિદેશો પાસે મદદ માગી રહી છે
કેન્દ્ર સરકારે પણ શરૂઆતી તબક્કામાં દિલ્હીને વધારે સહાયતા પૂરી પાડી ન હતી અને હસ્તક્ષેપ પણ નહતો કર્યો, જેનું પરિણામ લોકોએ ભોગવવું પડી રહ્યું છે. કોર્ટના હસ્તક્ષેપ પછી દિલ્હી સરકાર વિદેશથી ઓક્સિજનનો પૂરવઠો મગાવવાની તૈયારી કરી ચૂકી છે અને અન્ય રાજ્ય પાસેથી મદદ પણ માગી રહી છે.
આ પણ વાંચોઃ રાજકીય પાર્ટીઓ 2 મેએ વિજય સરઘસ નહીં યોજી શકે, ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ
દિલ્હી સરકારને માત્ર જાહેરાત કરવામાં રસ છેઃ દિલ્હી હાઈકોર્ટ
દિલ્હી હાઈકોર્ટે કહ્યું હતું કે, દિલ્હી સરકાર માત્ર જાહેરાત પર ખર્ચ કરી રહી છે. સરકાર તો માત્ર નામ પૂરતી રહી ગઈ છે. કામ તો કંઈ થઈ નથી રહ્યું. જાહેરાત પર દિલ્હી સરકાર જેટલો ખર્ચ કરી રહી છે. જો આ પૈસા દિલ્હીમાં ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં ખર્ચવામાં આવે તો કદાચ દિલ્હીની આ હાલત ન હોત.