ETV Bharat / bharat

દિલ્હી સરકારનો રેલવે બોર્ડને પત્ર, ટ્રેન કોચમાં ઓક્સિજન સુવિધા ધરાવતા 5000 બેડ તૈયાર કરી આપો

દિલ્હીના મુખ્ય સચિવ વિજય કુમાર દેવે રેલવે બોર્ડના અધ્યક્ષ સુનીત શર્માને પત્ર લખ્યો છે. આ પત્ર દ્વારા વિજય કુમાર દેવે દિલ્હીની કોરોનાની નિર્ણાયક પરિસ્થિતિ અંગે માહિતી આપી છે અને રેલવે કોચમાં ઓક્સિજન સાથેના 5000 પલંગની જરૂર હોવાથી તેની વ્યવસ્થા કરી આપવા માટે અનુરોધ કર્યો છે.

દિલ્હી સરકારનો રેલવે બોર્ડને પત્ર, ટ્રેન કોચમાં ઓક્સિજન સુવિધા ધરાવતા 5000 બેડ તૈયાર કરી આપો
દિલ્હી સરકારનો રેલવે બોર્ડને પત્ર, ટ્રેન કોચમાં ઓક્સિજન સુવિધા ધરાવતા 5000 બેડ તૈયાર કરી આપો
author img

By

Published : Apr 18, 2021, 4:36 PM IST

  • દિલ્હીમાં કોરોના વકરતા હોસ્પિટલો હાઉસફૂલ
  • દિલ્હીના મુખ્ય સચિવે રેલવે બોર્ડના અધ્યક્ષને લખ્યો પત્ર
  • પત્રમાં ટ્રેનના કોચમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવાનું જણાવ્યું

નવી દિલ્હી: કોરોનાના સતત મોટા પ્રમાણમાં કેસ નોંધાતા હોસ્પિટલોમાં બેડની ભારે અછત વર્તાઇ રહી છે. આ જોતાં હવે દિલ્હીના મુખ્ય સચિવે રેલ્વે બોર્ડના અધ્યક્ષને ટ્રેન કોચમાં ઓકિસજન ધરાવતા 5,000 બેડની વ્યવસ્થા કરવા જણાવ્યું છે.

ગત વર્ષે પણ ટ્રેનોમાં સારવાર માટે શરૂ કરાયા હતા કોચ

દિલ્હીના મુખ્ય સચિવ વિજય કુમાર દેવે રેલવે બોર્ડના અધ્યક્ષ સુનીત શર્માને પત્ર લખ્યો છે. આ પત્રમાં વિજય કુમાર દેવે દિલ્હીમાં કોરોનાની ગંભીર સ્થિતિને ટાંકીને કહ્યું છે કે, જે રીતે રાજધાનીમાં કોરોનાના નવા કેસો મોટી સંખ્યામાં આવી રહ્યા છે, દિલ્હીમાં કોરોના બેડની તંગી સર્જાઇ છે. તમામ પ્રકારની ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડની તીવ્ર અછત જોવા મળી રહી છે. મુખ્ય સચિવે પત્રમાં લખ્યું છે કે, અમારે વિલંબ કર્યા વિના બેડની વ્યવસ્થા કરવાની જરૂર છે. વિજયકુમાર દેવે રેલ્વે બોર્ડના અધ્યક્ષને યાદ અપાવ્યું કે ગયા વર્ષે પણ રેલવે દ્વારા આવી વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. તેમણે માગ કરી છે કે, આવા બેડને વહેલી તકે મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ અને ઓક્સિજનની વ્યવસ્થા સાથે આનંદ વિહાર અને શકુરબસ્તી રેલ્વે સ્ટેશનો પર રાખવામાં આવે.

5000 ઓક્સિજન બેડની જરૂર છે

વિજય કુમાર દેવે કહ્યું છે કે, અમારે વહેલી તકે આવા 5000 બેડની જરૂર છે. મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રવિવારે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, યમુના સ્પોર્ટસ કોમ્પ્લેક્સ, કોમનવેલ્થ ગેમ્સ વિલેજ, રાધા સ્વામી સત્સંગ વ્યાસ અને શાળાઓમાં પણ આ પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. આ ઉપરાંત મુખ્યપ્રધાને વડાપ્રધાનને એક પત્ર લખીને કેન્દ્ર સરકારની હોસ્પિટલોમાં 7000 બેડ કોરોના માટે અનામત રાખવા માગ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.