હરિદ્વાર, ઉત્તરાખંડ : દિલ્હીથી મીટિંગના નામે લાવવામાં આવેલી યુવતી પર તેના બોસ અને મિત્ર દ્વારા દારૂનો નશો કરીને ફ્લેટમાં અનેક વખત દુષ્કર્મ ગુજારવામાં આવ્યો (Delhi girl gang raped in Haridwar) હતો. યુવતીની ફરિયાદ પર કોતવાલી રાણીપુર પોલીસે તેની મેડિકલ તપાસ કરવામાં આવી (girl gang raped boss) છે. આ બાદ, સંબંધિત કલમો હેઠળ આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલ, બન્ને આરોપીઓની ધરપકડ કરવામાં આવી (accused arrested gangrape case) છે.
મેડિકલમાં ગેંગરેપની પુષ્ટિ : આ ઘટના બાદ બન્ને આરોપીઓ ફરાર હતા. મામલાની ગંભીરતા જોઈને રાણીપુર કોતવાલી પોલીસે તેમને મોબાઈલ સર્વેલન્સ પર મૂક્યા અને 24 કલાકમાં બન્નેને પકડી લીધા હતા. પોલીસે બન્નેને આરોપીઓની મેડિકલ તપાસ હાથ ધરી છે. આ દરમિયાન, પીડિતાના મેડિકલમાં ગેંગરેપની પુષ્ટિ થઈ છે.
આ પણ વાંચો : NCRB Report 2021 : મહિલા પર અત્યાચારોમાં અમદાવાદ અવ્વલ, સબ સલામતનો દાવો પોકળ
પીડિતાની મીટિંગ માટે બોલાવી : કોતવાલી રાનીપુરના ઈન્ચાર્જ રમેશ તંવર પાસેથી મળેલી માહિતી મુજબ, નજફગઢની એક યુવતી દિલ્હીમાં એક પેઢીમાં કામ કરે છે. 27 ઓગસ્ટની સાંજે તેણી તેના બોસ અનિલ ઠાકુર અને તેના સાથીદારો રાહુલ ઉર્ફે આસિફ, ફુરકાન અને મોમીન સાથે કંપનીના કામથી હરિદ્વાર આવી હતી. રાહુલ, મોમીન અને ફુરકાન અલગ હોટલમાં રોકાયા હતા, જ્યારે પીડિતા તેના બોસ સાથે અલગ હોટલમાં રહેતી હતી.
દારૂ પીવડાવી આચર્યું દુષ્કર્મ : યુવતીનો આરોપ છે કે, 28 ઓગસ્ટની સાંજે તેનો બોસ અનિલ તેને તેના ફ્લેટમાં લઈ આવ્યો હતો. બન્ને અલગ અલગ રૂમમાં રોકાયા હતા. રાત્રે 11 વાગ્યાના સુમારે રાહુલ, ફુરકાન અને મોમીન ખાવાનું લઈને આવ્યા હતા. આરોપ છે કે, ભોજન દરમિયાન આ લોકોએ દારૂનું પેગ લગાવવાની જીદ કરી હતી. આ લોકો દ્વારા ખૂબ કહેવા પર પીડિતાએ 1 પેગ લગાવ્યો હતો, ત્યારબાદ તે નશામાં ધુત થઈ ગઈ હતી. ખાણી પીણીમાં કોઈ નશીલા પદાર્થ ભેળવવાના કારણે યુવતીને ચક્કર આવવા લાગ્યા હતા.
આ પણ વાંચો : દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાનો હોસ્પિટલે ખુલાસો કરતા કુકર્મી યુવાન આવ્યો પોલીસના સકંજામાં
આરોપીઓ વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો: યુવતીનું કહેવું છે કે, તે પછી તે તેના રૂમમાં ગઈ હતી. આરોપ છે કે, થોડા સમય પછી તેના બોસ અનિલ અને રાહુલ તેના રૂમમાં આવ્યા હતા. આ બાદ, તેના પર દુષ્કર્મ કર્યો હતો. સવારે જ્યારે યુવતી જાગી ત્યારે તેને તેની સાથે થયેલા દુઃખદ ઘટનાની ખબર પડી હતી. જે બાદ તેણે તેના પરિવારજનોને આ અંગે જાણ કરી હતી. પરિવાર 29 ઓગસ્ટની રાત્રે હરિદ્વાર પહોંચ્યો હતો. સંબંધીઓ બાળકીને લઈને કોતવાલી રાણીપુર પહોંચ્યા હતા. આ પછી આરોપી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો.