નવી દિલ્હી દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના ઘરે CBIએ દરોડા પાડ્યા હતા(Manish Sisodia s house raided). 14 કલાકથી વધુ સમયના લાંબા અંતરાલ બાદ મનીષ સિસોદિયાના અંગત મોબાઈલ ફોન અને કોમ્પ્યુટર CBI દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે. કાર્યવાહી પૂરી થયા બાદ ખુદ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ પત્રકારો સાથે વાત કરતા આ માહિતી આપી છે. હાલમાં CBIએ નાયબ મુખ્યપ્રધાનને હાજર થવા માટે કહેવામાં આવ્યું નથી. દિલ્હી સરકારની એક્સાઈઝ પોલિસીમાં ભ્રષ્ટાચારના આરોપોને લઈને નોંધાયેલી FIRમાં મનીષ સિસોદિયાનું નામ નંબર વન છે.
-
Will be arrested in 2-4 days says Manish Sisodia on CBI raids
— ANI Digital (@ani_digital) August 20, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Read @ANI Story | https://t.co/4YvXtEKA2W#ManishSisodia #AamAadmiParty #CBIRaid pic.twitter.com/ulsDLbjyZM
">Will be arrested in 2-4 days says Manish Sisodia on CBI raids
— ANI Digital (@ani_digital) August 20, 2022
Read @ANI Story | https://t.co/4YvXtEKA2W#ManishSisodia #AamAadmiParty #CBIRaid pic.twitter.com/ulsDLbjyZMWill be arrested in 2-4 days says Manish Sisodia on CBI raids
— ANI Digital (@ani_digital) August 20, 2022
Read @ANI Story | https://t.co/4YvXtEKA2W#ManishSisodia #AamAadmiParty #CBIRaid pic.twitter.com/ulsDLbjyZM
પ્રહારોનો વાર શરુ દેશની રાજધાની દિલ્હીમાં શુક્રવારે સવારે 8 વાગ્યાથી એક્સાઈઝ પોલિસીમાં મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે સીબીઆઈ તપાસની ભલામણ બાદ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાના નિવાસસ્થાને રાજકીય વાતાવરણ ગરમાયું હતું. AAP અને બીજેપીના નેતાઓએ આખો દિવસ નિવેદનો આપીને એકબીજા પર ગંભીર આરોપો લગાવતા અનેક સવાલો પણ ઉઠ્યા હતા. 14 કલાકના લાંબા સીબીઆઈના દરોડા પછી દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન તેમના સત્તાવાર નિવાસસ્થાનમાંથી બહાર આવ્યા અને મીડિયાને સંબોધી હતી.
આ પણ વાંચો હમીરપુરમાં નિર્ભયા જેવો મામલો, છ બદમાશોએ ક્રૂરતાની તમામ હદો વટાવી
14 કલાક ચાલી કાર્યવાહી મનિષ સિસોદિયાએ જણાવ્યું કે, સીબીઆઈની ટીમ શુક્રવારે સવારે મારા સત્તાવાર નિવાસસ્થાને આવી હતી. તેણે આખા ઘરની તપાસ કરી હતી. સીબીઆઈ દ્વારા મારું પર્સનલ કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે અને તેમને કેટલીક ફાઈલો પણ લીધી છે. આ સમય દરમિયાન તેમણે અને તેમના પરિવારે સીબીઆઈની તપાસમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. આ સમગ્ર મામલે જે પણ તપાસ થશે તેમાં પૂરો સહકાર આપતા રહેશે. નાયબ મુખ્યપ્રધાને પોતાની વાત રજુ કરતા વધુમાં જણાવ્યું હતું કે જ્યારે અમે કંઈ ખોટું કર્યું નથી અને કોઈ ભ્રષ્ટાચાર કર્યો નથી તો આવી કાર્યવાહીથી ડરવાનું કંઈ નથી.
સિસોદિયાનું નિવેદન સીબીઆઈ દ્વારા પાડવામાં આવેલા દરોડા પર નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે, આપણે બધા જાણીએ છીએ કે આજે સીબીઆઈનો દુરુપયોગ થઈ રહ્યો છે. ઉપરથી સીબીઆઈનો ઉપયોગ અને નિયંત્રણ કરવામાં આવે છે. બધા જાણે છે કે સીબીઆઈને અંકુશમાં લઈને દિલ્હી સરકારના કામો રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે. છેલ્લા સાતથી આઠ વર્ષથી તેઓ રાજકારણમાં આવ્યા છે ત્યારથી તેઓ ઈમાનદારીનું રાજકારણ કરે છે. અમે ઈમાનદારીથી કામ કરીને હોસ્પિટલો બનાવી છે, જેમાં લાખો લોકોએ સારવાર લીધી છે. કેન્દ્ર સરકાર સીબીઆઈનો ગમે તેટલો દુરુપયોગ કરી શકે, પરંતુ તે આપણને નુકસાન પહોંચાડી શકે નહીં.
આ પણ વાંચો Ahmedabad Crime Case સગીર ભાણી સાથે મામો કરી રહ્યો હતો બદકામ લોકોએ ઢીબી નાખ્યો
CBI ધરપકડ વગર આવી બહાર 14 કલાકથી વધુના લાંબા અંતરાલ પછી, મનીષ સિસોદિયાના ઘર પર CBIનો દરોડો આખરે પૂરો થયો છે. એક સમયે એવું લાગતું હતું કે મનીષ સિસોદિયાની ક્યાંક ધરપકડ થવી જોઈએ એટલે દરોડા પાડવામાં વિલંબ થયો છે. પરંતુ સીબીઆઈની ટીમ મનીષા સિસોદિયાની ધરપકડ કર્યા વિના જ તેના ઘરેથી નીકળી ગઈ છે. જોકે, સીબીઆઈ અધિકારીઓએ મનીષ સિસોદિયાનું કોમ્પ્યુટર અને મોબાઈલ ફોન જપ્ત કરી લીધો છે. સીબીઆઈના દરોડા પૂરા થયા પછી મનીષ સિસોદિયા બહાર આવીને મીડિયા સાથે વાત કરશે એવી બિલકુલ અપેક્ષા નહોતી, પરંતુ મનીષ સિસોદિયા માત્ર બહાર આવ્યા જ નહીં, પરંતુ તેમણે મીડિયા સાથે વાત પણ કરી. આ સાથે તેમણે કેન્દ્ર સરકાર પર પણ જોરદાર નિશાન સાધ્યું હતું. જો કે, હવે એ જોવું રસપ્રદ રહેશે કે આગામી દિવસોમાં સીબીઆઈ સમગ્ર પ્રક્રિયાને કેવી રીતે આગળ ધપાવે છે અને નાયબ મુખ્યપ્રધાન ફરીથી પૂછપરછ માટે આવે છે કે નહીં.