- દિલ્હીમાં કોરોનાની વણસતી સ્થિતિ પર બેઠક
- કેજરીવાલ સરકારે વિકેન્ડ કરફ્યૂની કરી જાહેરાત
- ઇમર્જન્સી સેવા માટે અપાશે ઇ-પાસ
નવી દિલ્હી: કોરોના સંક્રમણના કારણે દિલ્હીમાં સ્થિતિ સતત વધારે ખરાબ થઇ રહી છે. બુધવારે કોરોના સંક્રમણનો આંકડો 17,000ને પાર ગયો છે જેના કારણે ગુરુવારે સમીક્ષા બેઠક યોજવવામાં આવી હતી જેમાં દિલ્હીના મુખ્યપ્રધાન કેજરીવાલે વિકેન્ડ કરફ્યૂની જાહેરાત કરી છે. જો કે આ કરફ્યૂના સમયગાળામાં કોઇ પણ ઇમર્જન્સી સેવા ખોટવાશે નહીં તેના માટે ઇ-પાસ જાહેર કરવામાં આવશે. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉપરાજ્યપાલ અનિલ બૈજલ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં સ્વાસ્થ્ય પ્રધાન સાથે દિલ્હીના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે શનિ અને રવિવારે દિલ્હીમાં કરફ્યૂ લગાવામાં આવશે જ્યારે સોમથી શુક્રવાર દરમ્યાન લોકો કામ કરી શકશે.
વધુ વાંચો: ગોંડલના SRP જવાનનું તામિલનાડુમાં કોરોના કારણે મોત
સરકાર બજારમાં કડક કાર્યવાહી થશે
મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે તેવી પણ જાહેરાત કરી છે કે બજારમાં ભીડ રોકવા માટે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત જાહેર જગ્યાઓ પર માસ્ક ન પહેરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારે લોકોને માસ્ક પહેરીને બહાર જવાની વિનંતી કરી છે. આમ ન કરવાથી લોકો પોતાના પરીજનોના સ્વાસ્થ્યને પણ જોખમમાં મુકી રહ્યાં છે.
વધુ વાંચો: દિલ્હીમાં 14 પ્રાઈવેટ હોસ્પિટલો હવે કોરોનાના 3553 દર્દીઓને સારવાર આપશે
બેઠકમાં થયા આ મહત્વપૂર્ણ નિર્ણય
- લગ્ન સમારંભ માટે ઇ-પાસ જાહેર કરાશે
- મૉલ, જીમ, સ્પા અને ઑડિટોરિયમ બંધ રહેશે
- મલ્ટીપ્લેક્સ 30 ટકા દર્શકો સાથે ચાલી શકશે
- રેસ્ટૉરન્ટમાં જમવા પર પ્રતિબંધ, ફક્ત હૉમ ડિલિવરી કરશે
- દરેક ઝોનમાં અઠવાડિયામાં એક વખત લાગશે બજાર
- બજારમાં કોવિડ ગાઇડલાન્સનું પાલન કરવા પર અપાશે જોર