દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ કોરોનાથી સંક્રમિત (Arvind Kejriwal has corona positive) થયા છે. તેમણે ટ્વિટ કરીને આ માહિતી (Arvind Kejriwal Twitt) આપી છે. તેમણે કહ્યું કે, હું કોરોના સંક્રમિત થઈ ગયો છું. સંક્રમણના હળવા લક્ષણો છે અને તેને ધ્યાનમાં રાખીને મેં મારી જાતને અલગ કરી દીધી છે. જે લોકો છેલ્લા કેટલાક દિવસોમાં મારા સંપર્કમાં આવ્યા છે, તેઓ કૃપા કરીને પોતાને અલગ કરી લો. તમારો પણ ટેસ્ટ કરાવો.
-
I have tested positive for Covid. Mild symptoms. Have isolated myself at home. Those who came in touch wid me in last few days, kindly isolate urself and get urself tested
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 4, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">I have tested positive for Covid. Mild symptoms. Have isolated myself at home. Those who came in touch wid me in last few days, kindly isolate urself and get urself tested
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 4, 2022I have tested positive for Covid. Mild symptoms. Have isolated myself at home. Those who came in touch wid me in last few days, kindly isolate urself and get urself tested
— Arvind Kejriwal (@ArvindKejriwal) January 4, 2022
કેજરીવાલે સોમવારે દેહરાદૂનમાં યોજી હતી રેલી
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે ઉત્તરાખંડમાં રેલી (Arvind Kejriwal Uttarakhand Rally) યોજી હતી. દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં તેમની રેલીમાં ભારે ભીડ હતી. આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલની દેહરાદૂન રેલીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલી અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની દેહરાદૂનની રેલી વચ્ચેની ટક્કર કહી રહી છે.
કેટલા લોકો સંક્રમિત થયા હશે ?
અરવિંદ કેજરીવાલ સોમવારે દિલ્હીથી દેહરાદૂન પહોંચ્યા હતા. કેજરીવાલ જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર ઉતર્યા હતા. અહીં સુરક્ષાકર્મી સહિત ઘણા લોકો તેના સંપર્કમાં આવ્યા હશે. જોલી ગ્રાન્ટ એરપોર્ટથી અરવિંદ કેજરીવાલ દેહરાદૂનના બીજાપુર ગેસ્ટ હાઉસ ગયા હતા. અરવિંદ કેજરીવાલે બીજાપુર ગેસ્ટ હાઉસમાં પાર્ટીની મિટીંગ યોજી હતી.
મિટીંગ બાદ યોજાઈ હતી કેજરીવાલની રેલી
બીજાપુર ગેસ્ટ હાઉસમાં પાર્ટીની બેઠક લઈને અરવિંદ કેજરીવાલ દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. દેહરાદૂનના પરેડ ગ્રાઉન્ડમાં અરવિંદ કેજરીવાલની રેલી યોજાઈ હતી. કેજરીવાલે અહીં રેલીને સંબોધી હતી.
આ પણ વાંચો: Isudan Gadhvi on Liquor Report: જેલ જવામાં ગભરાતા નથી, 27 વર્ષની સરકાર સામે આંદોલન ચાલુ રહેશે