ETV Bharat / bharat

Delhi excise policy case: મનીષ સિસોદીયાની CBIએ કરી પૂછપરછ, આતિશીનો મોટો આક્ષેપ

દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદીયાની રવિવારે સવારે લીકર કૌભાંડ કેસમાં સીબીઆઈએ પૂછપરછ કરી હતી. એક અઠવાડિયા પહેલા મનીષ સિસોદીયાને સીબીઆઈએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. પણ દિલ્હીનું બજેટ તૈયાર કરવાનું છે એવું કહીને તેમણે આ માટે કેટલોક સમય માંગ્યો હતો. એ પછી રવિવારે એમને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા હતા.

Delhi excise policy case: મનીષ સિસોદીયાની CBIએ કરી પૂછપરછ, આતિશીનો મોટો આક્ષેપ
Delhi excise policy case: મનીષ સિસોદીયાની CBIએ કરી પૂછપરછ, આતિશીનો મોટો આક્ષેપ
author img

By

Published : Feb 26, 2023, 11:21 AM IST

નવી દિલ્હીઃ દિલ્હીના ડેપ્યુટી સીએમની મુશ્કેલીમાં વધારો થતો હોય એવું લાગી રહ્યું છે. રવિવારે સમવારે સીબીઆઈ સામે એમની પેશવી કરાઈ હતી. દિલ્હીના લીકર કૌભાંડ કેસમાં એમની પૂછપરછ કરવામાં આવી હતી. આ કેસની તપાસ સીબીઆઈ તપાસ એજન્સી કરી રહી છે. આ પહેલા પણ તેમને પૂછપરછ માટે બોલાવાય હતા. આમ આદમી પાર્ટીના નેતાના ઘર તરફ જતા તમામ રસ્તાઓની સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ સાથે મૂળચંદ ફ્લાઈઓવર તથા લોધી કોલોની જતા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. રવિવારે સવારે તેઓ પોતાના ઘરેથી રાજઘાટ જવાના રસ્તેથી પસાર થયા હતા.

આ પણ વાંચોઃ દિલ્હી દારૂ કૌભાંડમાં CBI એમએલસી કવિતાની કરશે પૂછપરછ

કંઈ ન મળ્યુંઃ આ કેસ સંબંધીત વાત કરતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આતિશીએ જણાવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના નેતાઓ તથા ધારાસભ્યો સામે આવા કેસ કરીને ખોટી રીતે પરેશાન કરવામાં આવી રહ્યા છે. આ એક ખોટો પ્રયાસ છે. આ કોઈ મોટી કે નવી વાત નથી. લીકર કૌભાંડ કેસની તપાસ સીબીઆઈ પાસે છે. જે મામલે મનીષ સીસોદીયાએ જણાવ્યું હતું કે, સીબીઆઈ, ઈડી અને બીજી એજન્સીઓએ પૂરી તાકાત લગાવી દીધી છે. ઘર પર દરોડા પાડ્યા હતા. બેંક લોકરની તપાસ કરી હતી. તેમ છતાં એમને કંઈ મળ્યું નથી. મેં કાયમ પૂછપરછ અને તપાસમાં પૂરતો સહયોગ આપ્યો છે. આગળના દિવસોમાં પણ પૂરતો સહકાર આપીશ.

શું થયું હતું- સીબીઆઈએ દિલ્હી એક્સાઈઝ કૌભાંડ કેસમાં ગત વર્ષે 17 ઓગસ્ટના રોજ એક કેસ ફાઈલ કર્યો હતો. જેમાં મનીષ સિસોદીયાને આરોપી તરીકે ગણાવ્યા હતા. આ ફરિયાદ બાદ 19 ઓગસ્ટના રોજ ટીમ મનીષ સિસોદીયાના સરકારી આવાસ પર ગઈ હતી. એ પછી સતત એમની સામે તપાસ ચાલું છે. એમના પર આરોપ છે કે, જ્યારે એક્ઝાઈસ વિભાગે લીકર શોપ માટે લાયસન્સ જાહેર કર્યા હતા એ દરમિયાન તેમણે કુલ પ્રાયવેટ વેન્ડર્સને 144 કરોડ 36 લાખ રૂપિયાનો ફાયદો કરાવી દીધો છે. આ સાથે લાયસન્સ ફી પણ માફ કરાવી દીધી છે. આવું કરવામાં લીકરશોપના વેપારીઓને આર્થિક રીતે ફાયદો કરાવી દીધો છે.

આ પણ વાંચોઃ CBI raided Manish Sisodias Office: દિલ્હી સચિવાલયમાં મનીષ સિસોદિયાની ઓફિસ પર તપાસ

10 ની ધરપકડઃ લીકર પોલીસી કૌભાંડ કેસમાં અત્યાર સુધીમાં ઈડી અને સીબીઆઈએ 10 વ્યક્તિઓની ધરપકડ કરીને કાયદેસરના પગલાં લીધા છે. જ્યારે ફરિયાદમાં કુલ 14 શખ્સોના નામ સામિલ છે. નવી એક્સાઝઈ પોલીસી અંતર્ગત દિલ્હી સરકારનો હેતું દરેક લીકરશોપ વેન્ડર્સને એક સમાન સ્ટોક આપવાની પોલીસી હતી. આ સાથે લીકર માફિયાને ખતમ કરવાનો હેતું હતો. આ સાથે લીકર સેવન માટેની ઉંમર 25થી ઘટાડીને 21 વર્ષની કરી દેવામાં આવી હતી. આ સાથે ડ્રાય ડેની સંખ્યા પણ ઘટાડી દીધી હતી. ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેનાએ આ પોલીસીને લાગુ કરવામાં થયેલી ભૂલ તથા કેટલીક અનિયમિતતા મામલે ગત વર્ષે સીબીઆઈ તપાસને મંજૂરી પણ આપી હતી. આ સાથે 11 લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવાના આદેશ કરેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.