લંડનઃ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ બ્રિટનના પ્રવાસે છે. અહીં એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું કે, ચીને પણ ભારતની તાકાત પર વિશ્વાસ કરવાનું શરૂ કર્યું છે. ચીન સરકાર દ્વારા નિયંત્રિત ગ્લોબલ ટાઈમ્સમાં તાજેતરમાં પ્રકાશિત થયેલા એક લેખને ટાંકીને સંરક્ષણ મંત્રીએ કહ્યું કે, આ લેખમાં ભારતની વિકાસ ગાથા અને તેના વધતા કદની પ્રશંસા કરવામાં આવી છે.
-
#WATCH | London, UK: Defence Minister Rajnath Singh says, "In digital transaction, no other country has 80 crore internet users other than India...The whole world has approved our UPI app...approximately 130 Lakh Crore transactions have taken place through UPI" pic.twitter.com/2KWLjm7y4U
— ANI (@ANI) January 10, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | London, UK: Defence Minister Rajnath Singh says, "In digital transaction, no other country has 80 crore internet users other than India...The whole world has approved our UPI app...approximately 130 Lakh Crore transactions have taken place through UPI" pic.twitter.com/2KWLjm7y4U
— ANI (@ANI) January 10, 2024#WATCH | London, UK: Defence Minister Rajnath Singh says, "In digital transaction, no other country has 80 crore internet users other than India...The whole world has approved our UPI app...approximately 130 Lakh Crore transactions have taken place through UPI" pic.twitter.com/2KWLjm7y4U
— ANI (@ANI) January 10, 2024
રાજનાથ સિંહની હુંકારઃ રાજનાથ સિંહે બુધવારે કહ્યું કે ભારતની વ્યૂહાત્મક શક્તિના ઉદભવ સાથે બેઇજિંગનો દ્રષ્ટિકોણ નોંધપાત્ર રીતે બદલાઈ ગયો છે. રાજનાથ સિંહે કહ્યું, 'ગ્લોબલ ટાઈમ્સ જે એક રીતે ચીનનું મુખપત્ર છે, તેમાં તેના એક લેખકે લેખ લખ્યો ('ભારતના વર્ણન વિશે હું શું જોઉં છું') આ લેખ ભારત પ્રત્યે ચીનના બદલાતા વલણની મજબૂત પુષ્ટિ કરે છે. એવું લાગે છે કે ચીનની સરકાર સ્વીકારવા લાગી છે કે આપણી આર્થિક અને વિદેશી નીતિઓ તેમજ આપણા બદલાતા વ્યૂહાત્મક હિતોના કારણે ભારતને એક મોટી વૈશ્વિક આર્થિક અને વ્યૂહાત્મક શક્તિ તરીકે ઉભરવામાં મદદ મળી છે.
-
#WATCH | London, UK: Defence Minister Rajnath Singh says, " China is considered as the opponent of China, we don't consider China as our opponent, maybe China considers so. We don't consider anyone as our opponent...in 2020, a faceoff happened between India and China, and the… pic.twitter.com/2oG9GqTHH0
— ANI (@ANI) January 10, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | London, UK: Defence Minister Rajnath Singh says, " China is considered as the opponent of China, we don't consider China as our opponent, maybe China considers so. We don't consider anyone as our opponent...in 2020, a faceoff happened between India and China, and the… pic.twitter.com/2oG9GqTHH0
— ANI (@ANI) January 10, 2024#WATCH | London, UK: Defence Minister Rajnath Singh says, " China is considered as the opponent of China, we don't consider China as our opponent, maybe China considers so. We don't consider anyone as our opponent...in 2020, a faceoff happened between India and China, and the… pic.twitter.com/2oG9GqTHH0
— ANI (@ANI) January 10, 2024
ભારતની અવગણના ન કરી શકાયઃ અમે કોઈને પણ અમારા દુશ્મન નથી માનતા, પરંતુ દુનિયા જાણે છે કે ભારત અને ચીન વચ્ચેના સંબંધો હાલમાં તણાવમાં છે. જો કે, અમે અમારા તમામ પડોશીઓ અને વિશ્વભરના દેશો સાથે સારા સંબંધો બનાવવા અને જાળવી રાખવા માંગીએ છીએ. લંડનમાં ઈન્ડિયા હાઉસ ખાતે સામુદાયિક સ્વાગત સમારોહને સંબોધતા સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે વધુમાં જણાવ્યું હતું કે, ગ્લોબલ ટાઈમ્સના કટાર લેખકે ભાર મૂક્યો હતો કે ચીનની સરકાર હવે સ્વીકારે છે કે વૈશ્વિક મંચ પર ભારતની અવગણના કરી શકાય નહીં.
ચીની મીડિયામાં ભારતની પ્રશંસાઃ લેખકે એમ પણ કહ્યું કે ચીનની સરકાર હવે સ્વીકારે છે કે, આપ ભારતને પસંદ કરો કે ન કરો, આપણી છબી અને વધતી વૈશ્વિક પ્રતિષ્ઠાને અવગણી શકાય નહીં. અગાઉ, જ્યારે વેપાર અસંતુલનની ચર્ચા કરવામાં આવતી હતી, ત્યારે ભારત બેઇજિંગ પર આધાર રાખતું હતું જેથી બંને દેશો વચ્ચેના વેપાર અસંતુલનને ઘટાડવામાં આવે. જો કે, તે ચલણ હવે પ્રચલનમાં નથી.
ભારતીય સમુદાયને સંબોધનઃ દેશની વધતી જતી વૈશ્વિક પ્રતિષ્ઠા અંગે વિસ્તારથી બોલતા સંરક્ષણ પ્રધાને કહ્યું, 'મારૂં માનવું છું કે ગલવાન (અરુણાચલ પ્રદેશની ખીણ)માં ચીની સૈનિકો સાથેના સંઘર્ષ દરમિયાન આપણા સૈનિકોએ બતાવેલી હિંમતથી ભારત પ્રત્યે બેઇજિંગનો દૃષ્ટિકોણ બદલવામાં મદદ મળી છે. દુનિયાની નજરમાં હવે આપણો દેશ નબળો નથી રહ્યો. આપણે ઉભરતી વૈશ્વિક શક્તિ છીએ. (હવે કોઈ પણ આપણને લાલ આંખ બતાવીને બચી શકશે નહીં) આ મહિનાની શરૂઆતમાં, ગ્લોબલ ટાઈમ્સે 'ઈન્ડિયા નેરેટિવ' શીર્ષક હેઠળની કૉલમમાં, વડા પ્રધાન નરેન્દ્રના નેતૃત્વમાં છેલ્લા ચાર વર્ષમાં ભારતની આર્થિક નીતિઓ અને રાજદ્વારી સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 'વિદેશ નીતિમાં નવી દિલ્હીની વ્યૂહાત્મક વિચારસરણી વિકસિત થઈ છે, જે એક મહાન શક્તિ વ્યૂહરચના તરફ આગળ વધી રહી છે.'