- વાનખેડેના પિતાએ નવાબ મલિક પર કર્યો માનહાની દાવો
- મલિક વિરુદ્ધ 1.25 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ
- આ મામલે કોર્ટમાં 8 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે
મુંબઈ : આર્યન ખાન સંબંધિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Aryan Khan Drugs Case) મહારાષ્ટ્રના પ્રધાન અને NCP નેતા નવાબ મલિક (Nawab Malik) અને NCB ઓફિસર સમીર વાનખેડે (Sameer Wankhede) વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નવાબ મલિક વાનખેડે પર સતત ગંભીર આરોપો લગાવી રહ્યા છે. આથી, સમીર વાનખેડેના પિતાએ નવાબ મલિક સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે અને આ મામલે કોર્ટમાં 8 નવેમ્બરે સુનાવણી હાથ ધરવામાં આવશે.
1.25 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ
વાનખેડેના પિતાએ નવાબ મલિક વિરુદ્ધ 1.25 કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો છે. વાનખેડેના પિતાએ તેમના વકીલ અરશદ શેખ દ્વારા બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરીને સોશિયલ મીડિયા પર તેમના પરિવાર વિશેના મીડિયા અહેવાલો પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ મામલે સોમવારેના રોજ કોર્ટમાં સુનાવણી ધરવામાં આવશે.
હજારો કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા
આ અગાઉ નવાબ મલિકે કહ્યું હતું કે, "જ્યારથી સમીર વાનખેડે આ વિભાગમાં આવ્યા છે, ત્યારથી તેમણે એક ખાનગી સેના ઊભી કરી છે. આ ખાનગી સેના શહેરમાં ડ્રગ્સના વેપારમાં સંડોવાયેલી છે, નાના-નાના કિસ્સાઓ સામે આવે છે, લોકોને ફસાવવામાં આવે છે. વાનખેડે દ્વારા હજારો કરોડો રૂપિયા ઉઘરાવવામાં આવ્યા છે."
તપાસ NCBની SIT ટીમને સોંપવામાં આવી
આર્યન ખાન સાથે સંબંધિત ડ્રગ્સ કેસ સહિત 6 કેસની તપાસ NCBની SIT ટીમને સોંપવામાં આવી છે. આ દરમિયાન મહારાષ્ટ્રના પ્રધાન મલિકે શનિવારે ટ્વિટ કર્યું હતું કે, “મેં સમીર દાઉદ વાનખેડે વિરુદ્ધ આર્યન ખાનનું અપહરણ કરવા અને ખંડણી માંગવા બદલ SIT તપાસની માંગ કરી હતી. હવે બે SIT (રાજ્ય અને કેન્દ્ર)ની રચના કરવામાં આવી છે, કોણ આ કેસમાં તળિયે સુધી પહોંચે છે અને વાનખેડેની ખાનગી સેનાનો પર્દાફાશ કરે છે, તે જોઈશું.
વાનખેડે પર ચાલી રહી છે ખાતાકીય તપાસ
ઉલ્લેખનીય છે કે, NCBએ ગયા મહિને ક્રૂઝ નાર્કોટિક્સ કેસમાં આર્યન ખાન સહિતના 19 અન્ય લોકોની ધરપકડ કરી હતી. સ્વતંત્ર સાક્ષીએ તપાસમાં સામેલ લોકો સામે ગેરવસૂલીના પ્રયાસના આક્ષેપો કર્યા બાદ વાનખેડે ખાતાકીય તપાસનો સામનો કરી રહ્યો છે. આ મામલે વાનખેડેએ તેમના પર ગલાવવામાં આવેલા આરોપો નકારી કાઢ્યા હતા.
આ પણ વાંચો: