ETV Bharat / bharat

મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખને મળ્યા જામીન - મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખને મળ્યા જામીન

મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અનિલ દેશમુખને જામીન મળી ગયા છે.(court bailed anil deshmukh) બોમ્બે હાઈકોર્ટે ગયા અઠવાડિયે આ મામલે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ દ્વારા કરવામાં આવેલા આરોપો બાદ, તેમની વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો હતો.

મની લોન્ડરિંગ કેસમાં અનિલ દેશમુખને મળ્યા જામીન

author img

By

Published : Oct 4, 2022, 3:21 PM IST

Updated : Oct 4, 2022, 6:08 PM IST

મુંબઈ: મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરાયેલા મહારાષ્ટ્રના પૂર્વ પ્રધાન અનિલ દેશમુખની જામીન અરજી પર બોમ્બે હાઈકોર્ટે આજે નિર્ણય કર્યો છે.(court bailed anil deshmukh)અંતે દેશમુખને જામીન મળી ગયા છે. 1 લાખની સિક્યોરિટી ડિપોઝીટ પર જામીન આપવામાં આવ્યા છે.

આ મામલો 6 મહિનાથી પેન્ડિંગ: અગાઉ જસ્ટિસ એન. જે. જામદારે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ ગયા અઠવાડિયે,(bombay high court) આ મામલે નિર્ણય અનામત રાખ્યો હતો. અગાઉ, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતાની અરજી પર ઝડપથી સુનાવણી કરવા અને તેનો ચુકાદો આપવાનો આદેશ આપ્યો હતો, કારણ કે આ મામલો 6 મહિનાથી પેન્ડિંગ હતો.

ED દ્વારા ધરપકડ: એડિશનલ સોલિસિટર જનરલ (ASG) અનિલ સિંહે ED માટે હાજર રહીને જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, દેશમુખને એવી કોઈ બીમારી નથી કે જેની સારવાર જેલની હોસ્પિટલમાં ન થઈ શકે. દેશમુખની નવેમ્બર 2021 માં ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તે હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીર સિંહ દ્વારા કરવામાં આવેલા આરોપો બાદ, તેમની વિરુદ્ધ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ EDએ પણ તેમની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો.

4.7 કરોડ રૂપિયાની ઉચાપત: EDએ દાવો કર્યો છે કે, દેશમુખે તેના સત્તાવાર પદનો દુરુપયોગ કર્યો હતો અને મુંબઈના વિવિધ 'બાર્સ' અને રેસ્ટોરન્ટ્સમાંથી 4.7 કરોડ રૂપિયાની ઉચાપત કરી હતી. એજન્સીનો આરોપ છે કે દેશમુખ દ્વારા ખોટી રીતે કમાયેલા નાણાં તેમના પરિવાર દ્વારા નિયંત્રિત નાગપુર સ્થિત શૈક્ષણિક ટ્રસ્ટ 'શ્રી સાંઈ શિક્ષણ સંસ્થાન'ને મોકલવામાં આવ્યા હતા.

Last Updated : Oct 4, 2022, 6:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.