નવી દિલ્હી: ઉત્તર-પૂર્વ દિલ્હીના જાફરાબાદ વિસ્તારમાં એક ઘરમાંથી એક (Dead bodies of four people found) જ પરિવારના 4 સભ્યોની લાશ મળી આવી છે. જેમાં એક યુવક, તેની પત્ની અને તેના બે બાળકોનો સમાવેશ થાય છે. હત્યારો કાપડનો વેપારી છે. આ ઘટના વિસ્તારની મટકા વાલી ગલીમાં બની હતી. માહિતી મળતા જ જાફરાબાદ પોલીસ સ્ટેશનની ટીમ (Jaffrabad Police Station) ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો: 11 વર્ષની છોકરીની લગ્ન થયા આટલી ઉંમરના યુવક જોડે અને પછી...
બધાને ગોળી મારી હત્યા કરી: મામલાની ગંભીરતાને જોતા ઉત્તર (Dead bodies of four people found in jafrabad) પૂર્વ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર હાજર છે અને સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ક્રાઈમ ટીમને ઘટનાસ્થળની (four people dead body of same family) તપાસ માટે બોલાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, 40 વર્ષીય કાપડના વેપારી ઈસરાએ પહેલા તેની પત્ની અને બે સગીર પુત્રીઓને નશીલા પદાર્થ ખવડાવીને બેભાન કર્યા, પછી બધાને ગોળી મારી અને પછી તેણે પોતાને પણ ગોળી મારી આત્મહત્યા કરી, તેમના મૃતદેહ બિલ્ડિંગના ચોથા માળે એક રૂમમાંથી મળી આવ્યા હતા.
આ પણ વાંચો: સ્કુલમાં જ્ઞાનનું ભાથું પિરસનારે વિદ્યાર્થીનીઓ સાથે કરી કંઇક આવી માગ
ધંધામાં ભારે નુકશાન: પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, ઈસરારના માતા-પિતા અને પરિવારના અન્ય સભ્યો એક જ બિલ્ડિંગમાં રહે છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, મૃતક જીન્સનો ધંધો કરતો હતો અને તેને ભારે નુકસાન થઈ રહ્યું હતું, જેના કારણે તેણે આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હોવાની આશંકા છે. જોકે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.