ETV Bharat / bharat

DCGI એ 12 થી 18 વર્ષની વયના બાળકો માટે કોરોના રસી 'Corbevax' ને આપી મંજૂરી

author img

By

Published : Feb 21, 2022, 7:23 PM IST

Updated : Feb 21, 2022, 7:49 PM IST

ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇંડિયા (DCGI) એ 12 થી 18 વર્ષની વય જૂથના બાળકો માટે બાયોલોજિકલ ઇ ની કોરોના રસી, Corbevax ને મંજૂરી આપી દીધી છે.

DCGI એ 12 થી 18 વર્ષની વયના બાળકો માટે કોરોના રસી Corbevax ને મંજૂરી આપી

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સામે લડવા માટે વધુ એક હથિયાર મળી આવ્યું છે. ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇંડિયા (DCGI) એ 12 થી 18 વર્ષની વય જૂથના બાળકો માટે બાયોલોજિકલ ઇ કોરોના રસી કોર્બેવેક્સને મંજૂરી આપી છે. Corbevax રસી સ્નાયુ દ્વારા શરીરમાં પહોંચાડવામાં આવશે અને તેને 28 દિવસની અંદર બે ડોઝમાં લેવાની જરૂર પડશે. આ રસીનો સંગ્રહ બે થી આઠ ડિગ્રી સેલ્સિયસ તાપમાને કરવામાં આવે છે.

શું હશે વેક્સિનની ખાસીયત

આ પહેલા 14 ફેબ્રુઆરીના રોજ, DCGIની નિષ્ણાત સમિતિએ કેટલીક શરતો સાથે બાયોલોજિકલ ઇ Covid-19 રસી 'Corbevax'ને ઈમરજન્સી ઉપયોગ માટે ભલામણ કરી હતી. નીતિ આયોગના સભ્ય વી.કે પોલે કહ્યું હતું કે, રસીકરણની વધારાની જરૂરિયાત અને આ માટે, વધુ વસ્તીનો સમાવેશ કરવા માટે, નિયમિતપણે સમીક્ષા કરવામાં આવે છે. DCGI એ અગાઉ 28 ડિસેમ્બરે કોર્બેવેક્સને મર્યાદિત ધોરણે કટોકટી માટે તેની મંજૂરી આપી હતી. આ કોવિડ-19 સામે ભારતમાં વિકસિત RBD આધારિત રસી છે.

ક્યારે થશે ઉપયોગ

કોવિડ-19 પર CDSCOની વિષય નિષ્ણાત સમિતિ (SEC) એ અરજી પર ચર્ચા કરી હતી અને 12 થી 18 વર્ષની વય જૂથમાં બાયોલોજિકલ ઇ Corbevax ના ઉપયોગને મંજૂરી આપી હતી, જે અમુક શરતો સાથે કટોકટીના ઉપયોગ સુધી મર્યાદિત હતી. તેમણે કહ્યું કે આ ભલામણને અંતિમ મંજૂરી માટે ડીસીજીઆઈને મોકલવામાં આવી છે.

Last Updated : Feb 21, 2022, 7:49 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.