નવી દિલ્હી: DCGI એ ભારતમાં સિંગલ ડોઝ સ્પુતનિક લાઇટના (Single Dose Sputnik Light) ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન ડૉ. મનસુખ માંડવિયાએ જણાવ્યું (Health Minister Mansukh Mandaviya) હતું કે, DCGI એ ભારતમાં સિંગલ-ડોઝ સ્પુટનિક લાઇટને ઈમરજન્સી ઍક્સેસ માટે મંજૂરી આપી છે.
આ પણ વાંચો: Vaccine Use India : કોવેક્સિન અને કોવિશિલ્ડને બજારમાં વેચાણ કરવા ભલામણ
સિંગલ ડોઝ સ્પુટનિક લાઇટ 80 ટકા સુધી અસરકારક
મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, દેશમાં આ 9મી કોરોનાની રસી છે. રશિયન રસી ઉત્પાદકે સિંગલ ડોઝ કોરોનાની રસી સ્પુતનિક લાઇટ વિકસાવી છે. કંપનીના દાવા મુજબ, આ રસી 80 ટકા સુધી અસરકારક છે. અગાઉ, કોરોના સામે રક્ષણ માટે વિકસાવવામાં આવેલી રસી સ્પુટનિક Vનો ઉપયોગ પણ ઘણા દેશોમાં થઈ રહ્યો છે. કંપનીએ જણાવ્યું કે,આ કંપનીની મુખ્ય રસી રહેશે.
આ પણ વાંચો: New covid 19 vaccine: DCGI દ્વારા Corbevax અને Covovax રસીઓને અપાઇ મંજૂરી