- DCGI દ્વારા ભારત બાયોટેકને 2 થી 18 વય જૂથ માટે રસી પરીક્ષણની આપી મંજૂરી
- સમગ્ર ભારતમાંથી 525 સ્વયંસેવકો પર થશે પરીક્ષણ
- દેશના અલગ-અલગ જગ્યાએ કરવામાં આવશે પરીક્ષણ
નવી દિલ્હી: કોરોના સામે ભારત બાયોટેકની કોવેક્સિને મંગળવારે એક નિષ્ણાત પેનલ દ્વારા 2 થી 18 વર્ષના બાળકોના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલ માટે ભલામણ કરવામાં આવી હતી, જેને ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ (DCGI) દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ભારત હવે 525 સ્વસ્થ સ્વયંસેવકો પર ટ્રાયલ કરશે.
કોવેક્સિન રસીનુ 2 થી 18 વય જૂથ પર થશે પરીક્ષણ
પરીક્ષણ ઘણા શહેરોની સાઇટ પર થશે. જેમાં એઇમ્સ દિલ્હી, એઈમ્સ પટના અને મેડિટિરીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, નાગપુરનો સમાવેશ થાય છે. એક નિષ્ણાત સમિતિએ મંગળવારે ભારત બાયોટેકની કોવિડ -19 રસી કોવાક્સિનના બીજા / ત્રીજા તબક્કા માટે 2-18 વર્ષની વયના પરીક્ષણની ભલામણ કરી હતી.તેમણે જણાવ્યું હતું કે, આ પરીક્ષણો દિલ્હી અને પટણાના એઈમ્સમાં અને નાગપુર ખાતે મેડિટ્રિના મેડિકલ સાયન્સ સમેત અન્ય સ્થળોએ કરવામાં આવશે.
આ પણ વાંચો : મધ્યપ્રદેશમાં 1લી મેથી મધ્યપ્રદેશમાં રસીકરણ અભિયાન શરૂ થાય નહી
રસી બાળકોમાં ઈમ્યુનિટી વધારશે
સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO) ની કોવિડ -19 વિષય નિષ્ણાત સમિતિએ મંગળવારે ભારત બાયોટેક દ્વારા કરવામાં આવેલી અરજી અંગે ચર્ચા કરી હતી જેમા કોવેક્સિન રસીને 2થી 18 વર્ષના બાળકોની સુરક્ષા અને ઈમ્યુનિટી વધારવા સમેત અન્ય વસ્તુ માટે પરીક્ષણના બીજા / ત્રીજા તબક્કાની મંજૂરી આપવા વિનંતી કરવામાં આવી હતી. એક સૂત્રએ જણાવ્યું હતું કે કંપનીની અરજી પર વિગતવાર ચર્ચા કર્યા પછી સમિતિએ સૂચિત બીજા / ત્રીજા તબક્કાના પરીક્ષણની મંજૂરી આપવાની ભલામણ કરી હતી.