- દીકરી જન્મવાની ખુશીમાં ગ્રાહકોને મફતમાં પેટ્રોલ
- 100 રૂપિયાનું પેટ્રોલ ખરીદવા પર 105 રૂપિયાનું પેટ્રોલ
- 100 રૂપિયાથી ઉપર અને 500 રૂપિયા સુધી ફ્રીમાં પેટ્રોલ આપશે સેનાની પરિવાર
બેતૂલ: પેટ્રોલના ભાવ (Petrol Prices) વધતા જઇ રહ્યા છે, લોકો પરેશાન થઈ રહ્યા છે. આવામાં એક પેટ્રોલ પંપ ગ્રાહકોને એક્સ્ટ્રા પેટ્રોલ (Extra Petrol) આપી રહ્યો છે. આ કોઈ તહેવારની ઑફર નથી, પરંતુ ઘરમાં દીકરી પેદા થઈ હોવાની ખુશી છે. પેટ્રોલ લેનારાઓ પેટ્રોલ પંપના માલિકને દીકરી પેદા થયાની ખુશી આપી રહ્યા છે.
દીકરી પેદા થવા પર અનોખી ગિફ્ટ
દીકરાઓની જન્મની ઉજવણી સામાન્ય વાત છે, પણ જ્યારે દીકરી પેદા થાય ત્યારે કોઈની ખુશીનું ઠેકાણું ના રહે તો વાત સારી પણ છે અને ખાસ. આવું જ બેતૂલના એક પરિવારનું છે. તેમના ઘરે નવા સભ્ય તરીકે એક દીકરી આવી છે. આ નવા મહેમાનના સ્વાગતમાં તેમણે પોતાના પેટ્રોલ પંપ પર આવનારા ગ્રાહકોને પોતાની ખુશીઓમાં સામેલ કર્યા છે. તેઓ ગ્રાહકોને એક્સ્ટ્રા પેટ્રોલ આપી રહ્યા છે.
ગ્રાહકોને પેટ્રોલ ફ્રી
બેતૂલના રાજેન્દ્ર સેનાનીની ભત્રીજી છે શિખા. શિખાએ 9 ઑક્ટોબરના દીકરીને જન્મ આપ્યો છે. દીકરીના જન્મ પર સેનાની પરિવારની ખુશીનું કોઈ ઠેકાણું નથી. નવરાત્રીના પર્વ પર લાડલી લક્ષ્મીના જન્મને લઇને સેનાની પરિવારે પોતાની ખુશીઓ અલગ રીતે વહેંચી હતી.
13 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી આપશે ફ્રીમાં પેટ્રોલ
દીકરીના જન્મને યાદગાર બનાવવા માટે સેનાની પરિવાર ગ્રાહકોને 13 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી સવારે 9થી 11 અને સાંજે 5થી સાંજે 7 વાગ્યા સુધી એક્સ્ટ્રા પેટ્રોલ આપી રહ્યો છે. 100 રૂપિયાનું પેટ્રોલ ખરીદવા પર 105 રૂપિયાનું પેટ્રોલ આપવામાં આવી રહ્યું છે. (Free Petrol) આ સિવાય 10 ટકા વધુ પેટ્રોલ 100 રૂપિયાથી ઉપર અને 500 રૂપિયા સુધી આપવામાં આવશે.
આ પણ વાંચો: Petrol and Diesel Price : ભાવ ફરી વધ્યો, મોંઘવારીને કારણે લોકો પરેશાન
આ પણ વાંચો: સિંઘુ બોર્ડર પર માનવ હત્યા કેસમાં આરોપી સરબજીત 7 દિવસના રિમાન્ડ પર