દામોહ(મધ્ય પ્રદેશ): હિંડોરિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પિતા-પુત્રીના માનવતા સાથેના સંબંધોને શરમાવે એવો કિસ્સો સામે આવ્યો છે. (FATHER MOLESTED MINOR DAUGHTER )હિંડોરિયામાં એક સગીર છોકરીએ તેના જ પિતા વિરુદ્ધ દુષ્કર્મનો કેસ નોંધાવ્યો છે. મામલો પ્રકાશમાં આવતાં જ આરોપી પિતા ભાગી ગયો હતો. કેસ અંગે પોલીસે જણાવ્યું હતુ કે, "3 મહિનાથી એક પિતા તેની જ 15 વર્ષની સગીર દીકરી પર સતત રેપ કરી રહ્યો હતો. પીડિતાનો વારંવાર વિરોધ કરવા છતાં આરોપી પિતા તેને પોતાની હવસનો શિકાર બનાવતો રહ્યો."
પીડિતા પહોંચી પોલીસ સ્ટેશનઃ મળતી માહિતી મુજબ, પીડિતા કોઈક રીતે તક મળતાં જ ઘરમાંથી ભાગી જવામાં સફળ રહી હતી અને મહિલા પોલીસ સ્ટેશને પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પીડિતાએ જણાવ્યું કે, "તે 3 મહિનાથી માનસિક અને શારીરિક ત્રાસ સહન કરી રહી છે." કિશોરીની ફરિયાદના આધારે પોલીસે તેના પિતા વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે. આ કેસમાં મહિલા સ્ટેશનના ઈન્ચાર્જ સુષ્મા શ્રીવાસ્તવે જણાવ્યું હતુ કે, "કિશોરીનું મેડિકલ થઈ ગયું છે. સાથોસાથ આરોપીઓને પકડવાના પ્રયાસો હાથ ધરાયા છે."