ETV Bharat / bharat

છઠ પર્વ 2023: બિહારમાં છઠ મહાપર્વે મોટી દૂર્ઘટના, બેતિયામાં છઠ ઘાટ પર સિલેન્ડર બ્લાસ્ટ, 10 લોકો ઈજાગ્રસ્ત - છઠ પર્વ

બિહારમાં છઠ પર્વના અવસર પર એક મોટી દુર્ઘટના સામે આવી છે. બેતિયાના છઠ ઘાટ પર સિલિન્ડર બ્લાસ્ટમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. તમામને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ડોક્ટરનો જણાવ્યાં અનુસાર તેમાંથી ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે.

બેતિયામાં છઠ ઘાટ પર સિલેન્ડર બ્લાસ્ટ, 10 લોકો ઈજાગ્રસ્ત

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 20, 2023, 10:04 AM IST

બેતિયાઃ બિહારના બેતિયામાં છઠ ઘાટ પર એક સિલિન્ડર બ્લાસ્ટ થતાં અફરા-તફરીનો માહોલ સર્જાય ગયો હતો, આ અકસ્માતમાં 10 થી વધુ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. તમામને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, પાંચ લોકો ખતરાની બહાર છે, જ્યારે ચાર લોકોની હાલત નાજુક છે. જાણવા મળતી વિગત અનુસાર ફુગ્ગા ફુલાવતી સમયે આ દુર્ઘટના સર્જાય હતી.

ફુગ્ગા ફુલાવતી સમયે થઈ દૂર્ઘટના: સિલિન્ડર બ્લાસ્ટની આ ઘટના બેતિયા જિલ્લાના પશ્ચિમ ચંપારણ જિલ્લાના પાકરિયા છઠ ઘાટ પર બની હતી. કહેવાય છે કે ફુગ્ગા ફુલાવતી વખતે આ દૂર્ઘટના સર્જાય હતી. જેમાં આસપાસના 9 લોકો ઘાયલ થયા હતા જ્યારે સાત ઇજાગ્રસ્તો ચનપટિયા પીએચસીમાં સારવાર હેઠળ છે. બે ઘાયલોને બેતિયા જીએમસીએચમાં રિફર કરવામાં આવ્યા હતા પરંતુ તેમની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રાથમિક સારવાર બાદ તેમને પટના રિફર કરવામાં આવ્યા હતા.

આ લોકો વિસ્ફોટમાં ઘાયલ થયાઃ સિલિન્ડર બ્લાસ્ટમાં ઘાયલ થયેલા લોકોની ઓળખ પ્રશાંત કુમાર શર્મા (17 વર્ષ), વિશાલ કુમાર (8 વર્ષ), રોશન કુમાર (14 વર્ષ), સૂરજ કુમાર (30 વર્ષ), અંકિત કુમાર, ચનટિયા બ્લોકના રહેવાસીઓ. (7 વર્ષ), પપ્પુ કુમાર (13 વર્ષ), પલ્લવી કુમારી (15 વર્ષ), કિરણ કુમારી (14 વર્ષ) અને વિશાલ કુમાર (17 વર્ષ) તરીકે થઈ છે,

4 દિવસીય છઠનું સમાપન: મહત્વપૂર્ણ છે કે, પશ્ચિમ ચંપારણ જિલ્લાના બેતિયામાં લોક આસ્થાના મહા પર્વ એવા છઠ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારના અર્ઘ્ય સાથે, વર્ષ 2023 નો છઠ પર્વનું સમાપન થયું છે. સૂર્યને અર્ધ્ય અર્પ્યા બાદ છઠ્ઠી મૈયા માટે તૈયાર કરાયેલ ખાસ ઠેકુઆ અને પ્રસાદનું લોકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું.

  1. છઠ્ઠ પર્વ 2023: વાપી-વલસાડ અને સંઘપ્રદેશ દાદરા નગર હવેલી સહિત દમણ પંથકમાં છઠ્ઠ પર્વની આસ્થાભેર ઉજવણી, સૂર્યદેવને આસ્થાનું અર્ધ્ય અર્પિત કરાયુ
  2. છઠ પૂજા મહાપર્વની આજથી શરુઆત, મહિલાઓ માટેના નહાય ભોજનનો અનેરો મહિમા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.