હૈદરાબાદ: ટેક્નોલોજીનો વિકાસ સમાજ માટે જેટલો ફાયદાકારક છે તેટલો જ નુકસાનકારક પણ છે. હવે બધું ઓનલાઈન છે.(Cybercriminals looted Rs 28 lakhs) ઓનલાઈન પેમેન્ટ, ઓનલાઈન ઓર્ડર વગેરે બધું જ ઘરે બેસીને થઈ શકે છે. હૈદરાબાદના સાયબર ક્રાઈમ સ્ટેશનમાં એક 60 વર્ષની મહિલાએ ફરિયાદ નોંધાવી છે કે તેની સાથે 28 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે.
28 લાખ ઊપાડી લીધા: હિમાયતનગરમાં રહેતી એક વૃદ્ધ મહિલાને 'વીજળીનું બિલ ન ભરવાને કારણે આજે રાત્રે 9:30 વાગ્યે અમે તમારા ઘરનું વીજ જોડાણ કાપી નાખીશું' એવો મેસેજ મળ્યો હતો. બાદમાં જ્યારે પીડિતાએ આ નંબર પર ફોન કર્યો ત્યારે તેને બિલ ચૂકવવા માટે એક એપ ડાઉનલોડ કરવાનું કહેવામાં આવ્યું હતું. પછી ડેબિટ કાર્ડ દ્વારા આરોપીએ રુપિયા 10 મોકલ્યા હતા. રુપિયા મોકલતાની સાથે જ આરોપીએ તરત જ કાર્ડની વિગતો શોધી કાઢી અને તેના ખાતામાંથી કુલ રૂપિયા 28 લાખ ઊપાડી લીધા હતા.
કેસની તપાસ: આરોપીએ ખાતામાંથી ઓટીપી દ્વારા ફિક્સ્ડ ડિપોઝીટ તરીકે રૂ.20 લાખ અને બાકીના રૂપિયા સહિત 28 લાખ ઉપાડી લીધા હતા. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે.