બેંગલુરુ: કસ્ટમ અધિકારીઓએ રવિવારે કર્ણાટકના બેંગલુરુમાં (Bengaluru Red Sandal) વ્હાઇટફિલ્ડ કન્ટેનર ડેપોમાંથી 2.4 કરોડની કિંમતના રક્ત ચંદન જપ્ત કર્યા છે. આ કેસમાં ત્રણ આરોપીઓની પણ ધરપકડ (3 arrested with red sandal) કરવામાં આવી છે.
આ પણ વાચો: Lalu Yadav Fodder scam: RJD સુપ્રીમો લાલુ યાદવને ડોરાંડા કેસમાં 5 વર્ષની સજા, 60 લાખનો દંડ
4.52 ટન લાલ ચંદન જપ્ત
આરોપીઓએ આ લાલ ચંદનની નિકાસ કરવાની યોજના બનાવી હતી. વ્હાઇટફિલ્ડ કન્ટેનર ડેપોમાં પ્લાયવુડના બોક્સમાં લાલ ચંદન પેક કરવામાં આવ્યું હતું. બાતમીના આધારે, અધિકારીઓએ દરોડો પાડ્યો અને 4.52 ટન લાલ ચંદન જપ્ત કર્યું.
આ પણ વાચો: આ રીતે ક્યારેય દારૂનો વરસાદ જોયો છે ? જૂઓ આ ગુજરાતનો વીડિયો..
તાઈવાનમાં લાલ ચંદન નિકાસ કરવાની યોજના
પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીએ બેંગ્લોરથી તાઈવાનમાં લાલ ચંદન નિકાસ (Red Sandal Export in Taiwan) કરવાની યોજના બનાવી હતી. તેમને લાલ ચંદન કેવી રીતે અને ક્યાંથી મળ્યું તે જાણવા અધિકારીઓ પૂછપરછ કરી રહ્યા છે.