જયપુરઃ રાજસ્થાનના પાટનગર જયપુર એરપોર્ટ (Jaipur International Airport) પર સોનાની દાણચોરીના (Smuggling Case of Gold) કિસ્સાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. જયપુર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ (Custom Department Jaipur Airport) વિભાગની ટીમે ફરી એકવાર સોનાની દાણચોરી પકડી પાડી છે. શનિવારે સવારે કસ્ટમ વિભાગની ટીમે પેસેન્જર પાસેથી લગભગ 1 કરોડ 12 લાખ 20 હજાર રૂપિયાનું સોનું જપ્ત (Accused Arrested From Airport) કર્યું છે. શારજાહથી એર અરેબિયાની ફ્લાઇટમાં જયપુર પહોંચેલા મુસાફરની ટ્રોલી બેગમાંથી 2170.300 ગ્રામ દાણચોરીનું સોનું મળી આવ્યું છે. જેની સામે હવે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ 60 વર્ષીય વૃદ્ધને 35 વર્ષની મહિલા સાથે પ્રેમ કરવો મોઘો પડ્યો
સોનાની દાણચોરીઃ જયપુર કસ્ટમ્સના આસિસ્ટન્ટ કમિશનર બીબી અટલના જણાવ્યા અનુસાર શનિવારે સવારે 4:25 વાગ્યે એર અરેબિયાની ફ્લાઈટમાં શારજાહથી જયપુર આવી હતી. જેમાં પેસેન્જર જયપુર એરપોર્ટ ઊતર્યો હતો. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન પેસેન્જર શંકાસ્પદ જણાતો હતો. મુસાફર પાસે બે ટ્રોલી બેગ હતી. પૂછપરછ પર, મુસાફર સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. આ પછી, જ્યારે પેસેન્જરના સામાનની તપાસ કરવામાં આવી ત્યારે એક વાયર ઈમેજ સામે આવી ત્યારે એને રોકવામાં આવ્યો હતો. દરેક ટ્રોલી બેગમાંથી બે રોડિયમ પોલિશ્ડ વાયર મળી આવ્યા હતા. જ્યારે વાયરની તપાસ કરવામાં આવી ત્યારે એની અંદરથી સોનું મળી આવ્યું હતું, જેનું વજન આશરે 2170.300 ગ્રામ હોવાનું જણાયું હતું.
વાયરમાં સોનુંઃ બીબી અટલે જણાવ્યું કે સોનું ટ્રોલી બેગની અંદર સ્ટીલની પટ્ટીમાં વાયરના રૂપમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું. પ્રવાસીના કબજામાંથી દાણચોરી દ્વારા જપ્ત કરાયેલા સોનાની કિંમત લગભગ 1 કરોડ 12 લાખ 20 હજાર રૂપિયા હોવાનું કહેવાય છે. મુસાફરની પૂછપરછમાં એ વાત સામે આવી છે કે શારજાહમાં તેના કેટલાક પરિચિતોએ જયપુર માટે સોનું આપ્યું હતું. સોનાની દાણચોરીના બદલામાં મુસાફરને ટિકિટનો લાલચ અને હજાર રૂપિયા આપવામાં આવતા હતા. સોનું આપનાર વ્યક્તિએ પેસેન્જરની ટિકિટ મેળવી હતી અને હજાર રૂપિયા પણ આપ્યા હતા.
આ પણ વાંચોઃ 11 વર્ષની છોકરીની લગ્ન થયા આટલી ઉંમરના યુવક જોડે અને પછી...
કોણે મંગાવ્યુંઃ કસ્ટમ વિભાગની ટીમ મુસાફરની પૂછપરછ કરીને દાણચોરીનું સોનું ક્યાંથી લઈ જવાનું હતું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે. સોનાની દાણચોરીમાં કોણ કોણ સામેલ? કસ્ટમ વિભાગની ટીમે કસ્ટમ એક્ટ 1962ની જોગવાઈઓ હેઠળ સોનું જપ્ત કર્યું છે. એ અંગે તપાસ ચાલું કરી દેવામાં આવી છે. 5 દિવસ પહેલા પણ જયપુર એરપોર્ટ પર સોનાની દાણચોરીનો મામલો સામે આવ્યો હતો. મુસાફરના કબજામાંથી લગભગ 90 લાખ રૂપિયાનું સોનું મળી આવ્યું હતું. કસ્ટમ વિભાગની ટીમ સોનાના દાણચોરો સામે સતત કાર્યવાહી કરી રહી છે.