- આર્યન ખાનને 7 ઓક્ટોબર સુધી NCB ની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
- કેસમાં અત્યાર સુધી આઠ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
- પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી
મુંબઈ: ક્રૂઝ ડ્રગ પાર્ટી કેસમાંથી પ્રતિબંધિત માદક દ્રવ્યો જપ્ત કરવાના કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ની કામગીરી ચાલી રહી છે. ક્રુઝ શિપ પાર્ટી કેસમાં સોમવારે મોડી રાત સુધી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોની ટીમ મુંબઈના ઘણા વિસ્તારોમાં દરોડા પાડતી રહી છે. NCB નું કહેવું છે કે, આ કેસમાં ઘણા લોકો શંકાસ્પદ છે, જેમની શોધ કરવામાં આવી રહી છે. આ પહેલા સોમવારે શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને કિલ્લા કોર્ટમાં થયેલી સુનાવણીમાં 7 ઓક્ટોબર સુધી NCB ની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
અત્યાર સુધી આઠ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB), મુંબઈના ડાયરેક્ટર સમીર વાનખેડેના જણાવ્યા અનુસાર, NCB ની કામગીરી આ સમગ્ર મામલે ચાલી રહી છે. તપાસ ટીમના સભ્યો સ્થળ પર દરોડા પાડી રહ્યા છે. આ કેસમાં ઘણા શંકાસ્પદોની શોધ ચાલુ છે. આ કેસમાં અત્યાર સુધી આઠ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને 4 દિવસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.
આર્યન અને તેના મિત્રો 7 ઓક્ટોબર સુધી NCBની કસ્ટડીમાં રહેશે
સોમવારે મુંબઈની કિલ્લા કોર્ટમાં સુનાવણી દરમિયાન NCB એ 11 ઓક્ટોબર સુધી રિમાન્ડ માંગ્યા હતા. જોકે, કોર્ટે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધમીજાના રિમાન્ડ માત્ર 7 ઓક્ટોબર સુધી મંજૂર કર્યા હતા. અન્ય 5 આરોપી વિક્રાંત છોકર, ઇશ્મીત સિંહ, નુપુર સારિકા, ગોમિત ચોપરા અને મોહક જસવાલને પણ 7 ઓક્ટોબર સુધી NCB રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.
આર્યન ઘણા ડ્રગ પેડલર્સના સંપર્કમાં હતો!
કોર્ટમાં NCB એ આરોપી પાસેથી મળી આવેલ ડ્રગ્સ વિશે માહિતી આપી હતી. આ સિવાય પાર્ટીના આયોજકો અને પેડલર્સનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આર્યનના વકીલ સતીશ મનશિંદેએ કહ્યું કે, આર્યન ખાન ત્યાં ડ્રગ્સ વેચવા ગયો ન હતો, જો તે ઈચ્છતો તો તે આખું જહાજ ખરીદી શક્યો હોત. જો તમારે તપાસ કરવી હોય તો જહાજમાં 1000 લોકો હતા, તેમને પણ તપાસો.
આરોપીઓએ પોતાને નિર્દોષ સાબિત કરવા પડશે : કોર્ટ
સુનાવણી બાદ કિલ્લા કોર્ટે આદેશમાં કહ્યું કે, NDPS એક્ટ હેઠળના તમામ ગુના બિનજામીનપાત્ર છે. તેથી, જામીન આપવાનો કે નહીં તે પ્રશ્ન ઉભો થતો નથી. કોર્ટે કહ્યું કે આરોપીઓના સહયોગીઓના નિવેદનો વિરોધાભાસી છે અને આ કેસમાં તપાસ જરૂરી છે. આરોપીઓએ પોતાને નિર્દોષ સાબિત કરવા પડશે.
આ પણ વાંચો : ડ્રગ્સ કેસમાં આર્યન ખાન 7 ઑક્ટોબર સુધી કસ્ટડીમાં
આ પણ વાંચો : PM MODI આજે લખનઉમાં અનેક પ્રોજેક્ટ્સના શિલાન્યાસ કરશે