બડગામ: જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોના વાહનને અકસ્માત નડતાં આઠ જવાનો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તમામ ઘાયલોની હાલત ખતરાની બહાર છે. ઘટનાના કારણો જાણી શકાયા નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
વાહન પલટી જતાં અકસ્માત: મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લાના રાખી અરિઝલ વિસ્તારમાં એક વાહન રસ્તા પર પલટી જતાં ઓછામાં ઓછા આઠ CRPF જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CRPFના વાહનને રાખી અરિઝલ પાસે અકસ્માત નડ્યો હતો. આ વાહનમાં મુસાફરી કરી રહેલા સીઆરપીએફના આઠ જવાન ઈજાગ્રસ્ત થયા છે. તેમને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત સ્થિર છે. દરમિયાન વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
અગાઉ પણ અકસ્માતની ઘટના: ગયા વર્ષે ઓગસ્ટમાં અનંતનાગ જિલ્લાના પહેલગામમાં સુરક્ષાદળોના વાહનને અકસ્માત નડ્યો હતો. આ ભયાનક માર્ગ અકસ્માતમાં ITBPના સાત જવાનોના કરૂણ મોત થયા હતા જ્યારે ઘણા જવાનો ઘાયલ થયા હતા. ઘાયલોને એરલિફ્ટ કરીને શ્રીનગર આર્મી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. આઈટીબીપીના જવાનોને લઈને જતી બસ ચંદનવાડીથી પહેલગામ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. બ્રેક ફેઈલ થવાના કારણે બસ ઉંડી ખાઈમાં પડી હતી. આ બસમાં 39 જવાનો હતા. જેમાંથી 37 સૈનિકો ITBPના હતા જ્યારે 2 જવાનો જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. રા