ETV Bharat / bharat

Jamui SI Murder : બિહારના જમુઈમાં રેતી માફિયાઓ કરી નાખ્યો કાંડ, આરોપીને રોકવા જતા પોલીસકર્મીએ જીવ ગુમાવ્યો

બિહારના જમુઈમાં રેતી માફિયાઓને કાયદાનો કોઈ ડર ન હોય તેમ બેફામ બન્યા છે. આ મામલે ગેરકાયદે રેતી ભરેલા ટ્રેક્ટરનો પીછો કરતી વખતે પોલીસના વાહનની ટ્રેક્ટર સાથે ટક્કર થઈ હતી. આ ઘટનામાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પ્રભાત રંજનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયો હતો.

Jamui SI Murder
Jamui SI Murder
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 14, 2023, 9:30 PM IST

બિહાર : બિહારના જમુઈમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગેરકાયદેસર રેતી વહન કરતા લોકોને પકડવા જતા એક પોલીસકર્મીએ જીવ ગુમાવ્યો છે. ગેરકાયદેસર રેતી ભરેલા એક ટ્રેક્ટરચાલકે ભાગવાનો પ્રયાસ કરતી વખતે પોલીસ વાહનને ટક્કર મારી હતી. જેના કારણે પોલીસ વાહનને ભારે નુકસાન થયું હતું. આ ઘટનામાં પોલીસ વાહનમાં બેઠેલા SI પ્રભાત રંજનનું મોત થયું હતું. ઉપરાંત અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ રાજેશ કુમાર ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્ત હોમગાર્ડ જવાનને શહેરના એક ખાનગી ક્લિનિકમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. જોકે આ જવાન હજુ પણ ગંભીર હાલતમાં છેેે.

બિહારમાં રેતી માફિયા બેફામ : આ મામલો જમુઈ જિલ્લાના ગઢી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. આ અંગે મળતી માહિતી અનુસાર જમુઈ પોલીસને ગઢી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોહલી ટાંડ નદી પાસે ગેરકાયદેસર રેતીની હેરફેર થતી હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ મંગળવારે સવારે ઇન્સ્પેક્ટર પ્રભાત રંજન તેમની ટીમ સાથે ચનવર પુલ પાસે પહોંચ્યા અને તપાસ શરૂ કરી હતી.

  • मेरे संसदीय क्षेत्र जमुई के गढ़ी में बालू लदे एक अनियंत्रित ट्रैक्टर से दरोगा श्री प्रभात रंजन जी की मौत हो गई एवं होमगार्ड के एक जवान गंभीर रूप से घायल है। मैं मृत दारोगा के शोक संतप्त परिजनों के प्रति गहरी संवेदनाएं व्यक्त करता हूं और घायल जवान के शीघ्र स्वास्थलाभ की कामना करता…

    — युवा बिहारी चिराग पासवान (@iChiragPaswan) November 14, 2023

આરોપી પોલીસ પકડથી દૂર : આ દુખદ ઘટના બાદ નજીકમાં ઉભેલા પોલીસકર્મીઓ કંઈ સમજે તે પહેલા જ ટ્રેક્ટરચાલક સ્થળ પરથી વાહન સાથે ફરાર થઈ ગયો હતો. ઉલ્લેખનિય છે કે, આ વિસ્તારમાં ગેરકાયદે રેતીનો વેપાર ધમધમે છે. જોકે આ ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો અને આરોપીની શોધખોળ શરૂ કરી છે. ઘટના બાદ જમુઈ SP શૌર્ય સુમને કહ્યું હતું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે, જે પણ દોષિત હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

  • गरही थाना अन्तर्गत अवैध बालू लदे ट्रैक्टर चालक ने पुलिसकर्मी को रौंदा, पु०अ०नि० शहीद।#jamuipolice#BiharPolice pic.twitter.com/U2hRjnn8Iz

    — JAMUI POLICE (@JamuiPolice) November 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મૃતક SI પ્રભાત રંજન : મૃતક ઇન્સ્પેક્ટરને જમુઇ જિલ્લાના મલયપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળની પોલીસ લાઇનમાં સલામી આપવામાં આવશે. બાદમાં તેમના પાર્થિવ દેહને પરિવારના સભ્યોને સોંપવામાં આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક ઇન્સ્પેક્ટર બિહારના વૈશાલી જિલ્લાના રહેવાસી હતા. તેઓ 2018 બેચના ઇન્સ્પેક્ટર હતા અને હાલ જમુઈ જિલ્લાના ગરહી પોલીસ સ્ટેશનમાં તૈનાત હતા. ઘટના બાદ SP શૌર્ય સુમને ઘટનાસ્થળે પહોંચી કડક સૂચના આપી હતી. આ ઘટના બાદથી ખેરા અને ગરહી પોલીસ સ્ટેશન વિસ્તારની પોલીસ રેતી માફિયાઓને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે. પોલીસે આરોપીઓ અને તેના સાગરિતોને પકડવા માટે પેટ્રોલિંગ સઘન બનાવ્યું છે.

ચિરાગ પાસવાનની પ્રતિક્રિયા : આ ઘટના અંગે જમુઈના સાંસદ ચિરાગ પાસવાને ઇન્સ્પેક્ટરના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે. તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કહ્યું કે, મારા સંસદીય ક્ષેત્ર જમુઈના ગઢીમાં રેતીથી ભરેલા એક ટ્રેક્ટરની ટક્કરથી ઇન્સ્પેક્ટર પ્રભાત રંજનનું મોત નીપજ્યું છે. તથા એક હોમગાર્ડ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. હું મૃતક ઇન્સ્પેક્ટરના શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલ જવાન ઝડપથી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના કરું છું.

  1. Mizoram News: 2000થી વધુ મ્યાનમાર નાગરિકો આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને મિઝોરમમાં બન્યા શરણાર્થી
  2. CG Election 2023: કાંકેરમાં નક્સલવાદી અથડામણમાં ઘાયલ ગ્રામીણનું સારવાર દરમિયાન મોત, ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના દિવસે ગોળી વાગી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.