ફિરોજાબાદઃ જનપદમાં સગીરાનું અપહરણ કર્યા બાદ તેના પર સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. સગીરા પોતાના ઘરેથી તેની નાનીના ઘરે જવા નીકળી હતી. રસ્તામાં તેને છરી બતાવીને તેનું અપહરણ કરી લેવાયું. ત્યારબાદ અવાવર સ્થળે લઈ જઈ તેના મોઢામાં કપડું ઠુંસી દેવામાં આવ્યું. આ પછી તેના પર સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
પોલસની કામગીરીઃ આ ઘટના બુધવાર રાત્રે બની હતી. આ મામલે પોલીસ ફરિયાદ થતાં જ પોલીસે સત્વરે કાર્યવાહી હાથ ધરી હતી. ગુરુવારે તો પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. પીડિતાને તબીબી પરિક્ષણ અને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. હોસ્પિટલના તબીબોએ સામુહિક બળાત્કાર થયો હોવાની પુષ્ટિ કરી હતી.
સમગ્ર ઘટનાક્રમઃ જનપદમાં રહેતી સગીરા પોતાના પિતાની પરવાનગી લઈને પોતાની નાનીના ઘરે જવા નીકળી હતી. જ્યારે નાનીના ઘરે પિતાએ તપાસ કરી તો તેણી નાનીના ઘરે પહોંચી નહતી. પિતાએ આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરુ કરી હતી. જેમાં તેમણે જાણવા મળ્યું કે ત્રણ યુવકોએ છરી બતાવીને તમારી દીકરીનું અપહરણ કર્યું છે. પિતાને ઘટનાસ્થળેથી બેશુદ્ધ અવસ્થામાં દીકરી મળી આવી હતી. દીકરીઓ પોતાના પિતાને સમગ્ર આપવીતી વર્ણવી હતી. ત્યારબાદ દીકરીના પરિવારે પોલીસ ફરિયાદ કરી.
પીડિતાની માની ફરિયાદને આધારે ત્રણેય યુવકો વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી. સત્વરે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવી લેવાઈ હતી. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે...ઉત્તર કમલેશકુમાર(સ્ટેશન ઈન્ચાર્જ, ઉત્તર જનપદ ફિરોજાબાદ પોલીસ સ્ટેશન)