ETV Bharat / bharat

Atiq Ashraf Murder: અતીકને મારીને ડોન બનવા માંગતા હતા શૂટરો

author img

By

Published : Apr 16, 2023, 1:05 PM IST

Updated : Apr 16, 2023, 4:25 PM IST

અતીક અને અશરફની હત્યા કરનાર ગુનેગારોની ગુનાની કુંડળી પોલીસે તપાસી છે. તપાસમાં સામે આવ્યું છે કે ત્રણેય પ્રોફેશનલ ગુનેગાર છે અને ડોન બનવાની ઇચ્છામાં ત્રણેયએ આ ઘટનાને અંજામ આપ્યો છે.

Atiq Ashraf Murder: ડોન બનવા માટે શૂટર્સે કરી અતીકની હત્યા,કારણ આવ્યું સામે

પ્રયાગરાજઃ શનિવારે મોડી રાત્રે માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની હત્યા કરનારા ત્રણ શૂટરો વ્યાવસાયિક ગુનેગારો છે. ત્રણેય આરોપીઓ લૂંટ અને હત્યા જેવા અનેક કેસમાં જેલ પણ જઈ ચૂક્યા છે. પોલીસે તેમની ઓળખ સની, અરુણ અને લવલેશ તરીકે કરી છે. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે અતિક અશરફની હત્યા કરનાર લવલેશ તિવારી બાંદાનો રહેવાસી છે જ્યારે અરુણ મૌર્ય હમીરપુરનો રહેવાસી છે. ત્રીજો આરોપી સની કાસગંજ જિલ્લાનો છે. ત્રણેય શૂટર્સ અતીકની હત્યા કરીને ડોન બનવા માંગતા હતા. ત્રણેય જણે તેમના પરિવારજનો સાથેના સંબંધોનો અંત આણ્યો હતો.

આ પણ વાંચોઃ Atiq Ashraf Murder: જે રીતે ઉમેશ પાલની હત્યા થઈ, એ જ ઢબથી અશરફ-આતિક ઠાર

ગુનાહિત ઇતિહાસઃ અતિક અને અસદની હત્યા કરનાર શૂટર લવલેશ બાંદા શહેરના કોતવાલી ક્યોત્રાનો રહેવાસી છે. તેના સંબંધીઓના જણાવ્યા અનુસાર લવલેશને તેના ઘર સાથે કોઈ સંબંધ બાકી રહ્યો ન હતો. પિતાએ જણાવ્યું કે લવલેશ 4 ભાઈઓમાં ત્રીજા નંબરે છે. તે ડ્રગ એડિક્ટ છે અને ઘણી ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેણે જણાવ્યું કે લવલેશ એક અઠવાડિયા પહેલા ઘરે આવ્યો હતો, ત્યારબાદ તે જોવા મળ્યો નહોતો. શનિવારે રાત્રે જ્યારે તેણે ટીવી પર અતીક અહેમદની હત્યા જોઈ ત્યારે તેને ખબર પડી કે તેના પુત્રએ જ અતીકને ગોળી મારી હતી.

કોણ છે આ શુટરઃ અતિક અહેમદ અને અશરફને ગોળી મારનાર બીજા શૂટરનું નામ સની સિંહ છે અને તે હમીરપુરનો રહેવાસી છે. શૂટર સનીના ભાઈ પિન્ટુ સિંહે જણાવ્યું કે સની કંઈ કરતો ન હતો અને તેની વિરુદ્ધ પહેલાથી જ કેસ નોંધાયેલા છે. સનીને 3 ભાઈઓ હતા, જેમાંથી એકનું મૃત્યુ થયું હતું. છેલ્લા ઘણા સમયથી સની આ રીતે ફરતો હતો અને નકામા કામો કરતો હતો. સનીના ભાઈઓ તેનાથી અલગ રહે છે. તે બાળપણમાં ઘરેથી ભાગી ગયો હતો. અરુણ મૌર્યએ પોલીસકર્મીની હત્યા કરી છે, ત્રીજો આરોપી અરુણ મૌર્ય છે, જે કાસગંજના સોરોન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બાઘેલા પુખ્તા ગામનો રહેવાસી છે. અરુણના પિતાનું નામ હીરાલાલ છે.

આ પણ વાંચોઃ Atiq Ahmed Murder: યુપીમાં હાઈ એલર્ટ જારી કરી કલમ-144 કરી લાગુ, તપાસ માટે કરાઈ ન્યાયિક પંચ રચના

ડોન બનવાની ઈચ્છાઃ મળતી માહિતી મુજબ અરુણ ઉર્ફે કાલિયા છેલ્લા 6 વર્ષથી બહાર રહેતો હતો. જીઆરપી સ્ટેશનના પોલીસકર્મીની હત્યા કરીને તે ફરાર થઈ ગયો હતો. અરુણના માતા-પિતાનું 15 વર્ષ પહેલા અવસાન થયું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસની પૂછપરછ દરમિયાન ત્રણેય હુમલાખોરોએ જણાવ્યું કે તેઓ જેલમાં જ એકબીજા સાથે મિત્રતા ધરાવતા હતા. ત્રણેય અતીક અને અશરફની હત્યા કરીને ડોન બનવા માંગતા હતા.

મોટું નામ કમાવવાના હેતુથી હત્યાઃ અતીક પર હુમલો કરનારા શૂટરોનું માનવું છે કે, નાના ગુનામાં જેલમાં જઈને તેનું નામ કમાઈ રહ્યું ન હતું, તેથી તે કંઈક મોટું કરવાનું વિચારી રહ્યો હતો. આ દરમિયાન તેને ખબર પડી કે અતીક અને અશરફને પોલીસ કસ્ટડીમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. ત્રણેયએ મોટું નામ કમાવવાના હેતુથી હત્યાનું કાવતરું ઘડ્યું હતું અને શુક્રવારે હુમલા પહેલા હોસ્પિટલ પહોંચ્યા બાદ રેકી કરી હતી. આ પછી શનિવારે ત્રણેયએ મીડિયા પર્સન તરીકે દેખાડીને અતીક અને અશરફની ગોળી મારીને હત્યા કરી નાખી હતી.

Last Updated : Apr 16, 2023, 4:25 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.