ભુવનેશ્વરઃ ઓડિશા ક્રાઈમ બ્રાન્ચના સાયબર પોલીસ સ્ટેશને મંગળવારે ઓડિશાના (Crime Branch Bhuvneshwar) મયુરભંજ જિલ્લાના ખુંટા તાલુકામાં ભંડાગાંવથી કાર્યરત સિમ બોક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આંતર-રાજ્ય ગેંગના છ આરોપીઓની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા લોકોમાં વિશાલ ખંડેલવાલ ગેંગનો માસ્ટર માઈન્ડ હોવાનું કહેવાય છે. અન્ય આરોપીઓની (Sim Card Racket Crime) ઓળખ તાપસ કુમાર પાત્રા, નિગમ પાત્રા, સુધાંસુ દાસ, અજુ પાત્રા અને અજય કુમાર પાત્રા તરીકે થઈ હતી.
ચોક્કસ ઈનપુટઃ ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા મળેલી સૂચનાના આધારે, ઓડિશાના ભુવનેશ્વર ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ બેતનાટી અને બારીપાડા ખાતે વિવિધ સ્થળોએ દરોડા પાડ્યા હતા. તમામ આરોપીઓને પકડી લીધા હતા. શરૂઆતમાં, એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી, અને તેના ઇનપુટ્સના આધારે અન્ય આરોપીઓને પણ પકડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી મોટી સંખ્યામાં પ્રી-એક્ટિવેટેડ સિમ કાર્ડ અને અન્ય સાધનો મળી આવ્યા છે. દૂરસંચાર વિભાગ, સંચાર મંત્રાલય અને ભારત સરકાર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બરના રોજ સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
લોકોને છેત્તરવા માટેઃ આરોપ લગાવ્યો હતો કે મોટી સંખ્યામાં સિમથી દેશના વિવિધ ભાગોમાં લોકોને છેતરવા માટે સિમ બોક્સમાં ઉપયોગમાં લેવાય છે. આ સિમ બોક્સમાંથી મોટી સંખ્યામાં KYC સંબંધિત છેતરપિંડી સંદેશાઓ જનરેટ કરવામાં આવ્યા હતા અને છેતરપિંડી કરવાના હેતુથી લોકોને મોકલવામાં આવ્યા હતા. આ ગેંગના સભ્યો ઓડિશા અને બિહારમાં એક્ટિવ હતા. સિમ બોક્સ એ એક એવું ઉપકરણ છે જેમાં સેંકડોથી વધુ સિમ કાર્ડ રાખી શકાય છે.અને કમ્પ્યુટર દ્વારા નિયંત્રિત કરી શકાય છે. સિમ બોક્સ છેતરપિંડી એ વૈશ્વિક સ્તરે ટેલિકોમ ઓપરેશન્સનો સામનો કરતા સૌથી વધુ પડકારોમાંનો એક છે. સિમ બોક્સ છેતરપિંડી ઇન્ટરનેટ દ્વારા આંતરરાષ્ટ્રીય કૉલ્સને સેલ્યુલર ઉપકરણ પર ડાયવર્ટ કરે છે. ઘણીવાર બનાવટી ઓળખ સાથે મેળવવામાં આવે છે.