ETV Bharat / bharat

ICC World Cup 2023: નેધરલેન્ડને હરાવીને બીજીવાર વિજયી થવા થનગની રહ્યું છે ન્યૂઝિલેન્ડ

ટોમ લેથમની કેપ્ટનશિપ હેઠળ ન્યૂઝિલેન્ડની ટીમ બીજીવાર જીતવા માટે તૈયાર છે. ન્યૂઝિલેન્ડ નેધરલેન્ડને હરાવી દે તેવી સ્થિતિ છે કારણ કે નેધરલેન્ડ પાકિસ્તાન સામે પહેલી મેચ હાર્યુ હતું જેનાથી તેનું ફોર્મ ઘટ્યું છે.

નેધરલેન્ડને હરાવીને બીજીવાર વિજયી થવા થનગની રહ્યું છે ન્યૂઝિલેન્ડ

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2023, 4:49 PM IST

હૈદરાબાદઃ વર્લ્ડ કપ 2023માં ન્યૂઝિલેન્ડ પોતાની બીજી મેચ નેધરલેન્ડ વિરુદ્ધ રમશે. ન્યૂઝિલેન્ડે પોતાની પહેલી મેચમાં ઈંગ્લેન્ડને હરાવ્યું છે. જ્યારે નેધરલેન્ડ તેની પહેલી મેચમાં પાકિસ્તાન સામે હાર્યુ છે. ન્યૂઝિલેન્ડના કેપ્ટન કેન વિલિયમસનની ગેરહાજરી હોવા છતા ન્યૂઝિલેન્ડે ગુરુવારે ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવી દીધું હતું. ઈંગ્લેન્ડે 9 વિકેટ ગુમાવીને 282 રનનો મજબૂત સ્કોર કર્યો હતો. જો કે ન્યૂઝિલેન્ડના ડેવોન કોનવેના અણનમ 152 રન અને રચિન રવિન્દ્રના અણનમ 123 રનને લીધે ન્યૂઝિલેન્ડે આ સ્કોર 36.2 ઓવરમાં જ ચેઝ કરી લીધો છે.

ન્યૂઝિલેન્ડના કોચનું નિવેદનઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ન્યૂઝિલેન્ડની કેપ્ટનશિપ કરનાર ટોમ લેથમ સોમવારે પણ કેપ્ટનશિપ યથાવત રાખશે, કારણ કે ન્યૂઝિલેન્ડના મુખ્ય કોચ ગેરી સ્ટીડે સંકેત આપ્યો છે કે કેન વિલિયમસન હજુ પણ ડચ સામે રમવા માટે સંપૂર્ણપણે તંદુરસ્ત નથી. આ મેચ ઉપ્પલના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં 2 કલાકે રમાશે અને ટોસ 1.30 કલાકે થશે. સ્ટીડે રવિવારે જણાવ્યું કે કેન બહુ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે મને લાગે છે કે ફિલ્ડિંગ્માં તેણે થોડી મહેનત કરવી પડશે અને તેના શરીર પર ભરોસો કરવો પડશે. જ્યારે અનુભવી ઝડપી બોલર સાઉદી પણ ટીમમાં સામેલ થઈ શકે તેવી શક્યતાઓ નથી. સાઉદીનો અંગુઠો તૂટેલો છે. જ્યારે ઝડપી બોલર લોકી ફર્ગ્યુસન રમી શકે છે.

નેધરલેન્ડના કેપ્ટનની સ્થિતિઃ નેધરલેન્ડે પોતાના અભિયાનની શરૂઆત શુક્રવારે પાકિસ્તાન સામે હારીને કરી છે. નેધરલેન્ડ 81 રનથી હાર્યુ હતું. નેધરલેન્ડે પાવરપ્લે દરમિયાન 3 પાકિસ્તાની બેટ્સમેનને આઉટ કરી દીધા હતા. નેધરલેન્ડ તરફથી વિક્રમજીત સિંહએ 52 રન, બાસ ડી લિડે 67 રન ફટકાર્યા હતા. જો કે આ બંને બેટ્સમેનોની રમત બાદ પણ નેધરલેન્ડ હાર્યુ હતું. નેધરલેન્ડની બોલિંગ વ્યવસ્થિત લાગી રહી છે, તેમની બોલિંગમાં મધ્ય ક્રમે થોડી મહેનતની જરૂર છે. નેધરલેન્ડના કેપ્ટન છેલ્લી 4 વન્ડેમાં હજુ સુધી 30 રનના આંકડાને પાર કરી શક્યા નથી. બંને મેચો વચ્ચે 4 વાર મેચ થઈ છે જેમાં ન્યૂઝિલેન્ડ દરેક મેચ જીતી ગઈ છે.

નેધરલેન્ડની ટીમઃ સ્કોટ એડવર્ડ્સ (કેપ્ટન/ વિકેટ કીપર), કોલિન એકમેન, વેસ્લે બર્રેસી, બાસ ડી લીડે, આર્યન દત્ત, સાઈબ્રાન્ડ એંગેલબ્રેક્ટ, રયાન ક્લેન, તેજા નિદામાનુરુ, મેક્સ ઓ ડોવ્ડ, સાકિબ જુલ્ફિકાર, શારિજ અહમદ, લોગાન વૈન બીક, રુલોક વૈન ડેર મેરવે, પોલ વૈન મીકેરેન, વિક્રમજિત સિંહ.

ન્યૂઝિલેન્ડની ટીમઃ કેન વિલિયમસન(કેપ્ટન), ટોમ લેથમ, ટ્રેંટ બોલ્ટ, માર્ક ચૈપમૈન, ડેવોન કોનવે (વિકેટ કીપર), લોકી ફર્ગયુસન, મૈટ હેનરી, ડેરિલ મિશેલ, જેમ્સ નીશમ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવિન્દ્ર, મિશલ સેંટનર, ઈશ સોઢી, ટિમ સાઉથી, વિલ યંગ

  1. ICC World Cup 2023: વિરાટ કોહલીઃ 50 ઓવર ફોર્મેટનો ધી અલ્ટિમેટ ચેઝ માસ્ટર
  2. ICC World Cup 2023: હાર્દિક પંડ્યાની સિક્સ લગાડવાની આદતે કે.એલ. રાહુલને સદીથી વંચિત રાખ્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.