ETV Bharat / bharat

New records of Rohit Sharma : રોહિત વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી ફટકારનાર અને સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બન્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2023, 9:15 AM IST

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ કપ 2023ની બીજી મેચમાં 131 રનની તોફાની ઇનિંગ રમીને ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. રોહિત ODI વર્લ્ડ કપમાં સૌથી વધુ 7 સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે.

Etv Bharat
Etv Bharat

નવી દિલ્હીઃ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બુધવારે અફઘાનિસ્તાન સામે રમાયેલી વર્લ્ડ કપ મેચમાં ઘણા રેકોર્ડ બનાવ્યા છે. આ મેચમાં રોહિતે ઘણા રેકોર્ડ પણ તોડ્યા છે. ભારતીય ટીમે તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. જેમાં તેણે શાનદાર જીત હાંસલ કરી હતી. આ મેચમાં રોહિત શર્મા 0 રને આઉટ થયો હતો. જેના કારણે અનેક રેકોર્ડ તૂટવાની આશા ઠગારી નીવડી હતી. પરંતુ, રોહિતે અફઘાનિસ્તાન સામે રેકોર્ડબ્રેક સદી ફટકારી છે. આ મેચમાં રોહિત શર્માએ 84 બોલમાં 131 રનની ઇનિંગ રમી હતી. જેમાં 16 ચોગ્ગા અને 5 છગ્ગાનો સમાવેશ થાય છે.

  • Rohit Sharma's records today:

    - Most hundreds in World Cup.
    - Most sixes in International cricket.
    - Most sixes by an Indian in World Cup.
    - Most runs in Powerplay for India in an ODI match.
    - Fastest hundred by an Indian in World Cup history. pic.twitter.com/TH2IOeHDvg

    — Johns. (@CricCrazyJohns) October 11, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વર્લ્ડ કપમાં સૌથી વધુ સદી : રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની મેચમાં શાનદાર સદી ફટકારી હતી. આ સદી સાથે રોહિત શર્મા વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી વધુ સદી ફટકારનાર ખેલાડી બની ગયો છે. રોહિત શર્માના નામે વર્લ્ડ કપમાં 7 સદી છે. જેમાંથી તેણે વર્લ્ડ કપ 2019માં 5 સદી અને 2015ના વર્લ્ડ કપમાં એક સદી ફટકારી હતી. રોહિત શર્મા પછી સૌથી વધુ સદી સચિન તેંડુલકરના નામે છે જેણે વર્લ્ડ કપમાં 6 સદી ફટકારી છે. તેના પછી કુમાર સંગાકારા અને રિકી પોન્ટિંગે 5-5 સદી ફટકારી છે. આ યાદીમાં પાંચમા નંબર પર ડેવિડ વોર્નર છે, જેમના નામે વર્લ્ડ કપમાં 4 સદી છે.

  • Well played, Rohit Sharma...!!!!

    131 runs from just 84 balls, What a knock, he has destroyed the Afghanistan bowling unit, a knock to remember in his career.

    Take a bow, Hitman. pic.twitter.com/M3pFujVE6W

સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય : રોહિત શર્માએ અફઘાનિસ્તાન સામેની મેચમાં વધુ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. રોહિતે પોતાની સદી પૂરી કરતાની સાથે જ રોહિત વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન બની ગયો હતો. રોહિત શર્માએ સદી પૂરી કરવા માટે 63 બોલ લીધા હતા. આ પહેલા કપિલ દેવે ભારત માટે વર્લ્ડ કપની સૌથી ઝડપી સદી ફટકારી હતી. તેણે 72 બોલમાં સદી ફટકારી હતી.

  1. Cricket world Cup 2023 : ભારતે અફઘાનિસ્તાનને હરાવીને સતત બીજી જીત નોંધાવી, રોહિત શર્માએ બનાવ્યા રેકોર્ડ
  2. Cricket World Cup 2023 : ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ જોવા આવતા ક્રિકેટ ચાહકો માટે રેલવે વિભાગની મોટી ભેટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.