- દિલ્હીમાં કોરોનાના કેસ અને મોતની સંખ્યામાં સતત વધારો
- દિલ્હીના સ્મશાન ઘાટ પર જગ્યાની અછત
- ખુલ્લામાં અતિમ સંસ્કાર કરવા મજબુર
નવી દિલ્હીઃ પાટનગર દિલ્હીમાં કોરોનાના કેસ અને કોરોનાથી મોતની સંખ્યા સતત વધી રહી છે. કોરોનાથી મૃત્યુઆંકમાં વધારો થતાં હવે દિલ્હીના સ્મશાન ઘાટ પર જગ્યાની અછત જોવા મળી રહી છે. સ્થિતિ એ છે કે, પૂર્વ દિલ્હીના સીમાપુરી સ્મશાન ઘાટમાં સ્મશાનની બાજુમાં ખુલ્લામાં કોરોનાથી મોત થયેલાનું અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સીમાપુરી સ્મશાનગૃહમાં રોજ 100થી વધુ લોકોના કોરોના વિધિથી અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે.
રોજ 100થી વધુ મૃતદેહોના કરવામાં આવે છે અંતિમ સંસ્કાર
સીમાપુરી સ્મશાન પૂર્વી દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આવે છે, પરંતુ હાલમાં શહીદ ભગતસિંહ સેવા દળ તેનું સંચાલન ચલાવે છે. શાહિદ ભગતસિંહ સેવા દળના પ્રમુખ જીતેન્દ્રસિંહ શાંતિએ જણાવ્યું હતું કે, અહીં રોજ 100થી વધુ મૃતદેહોને લાવવામાં આવે છે. જગ્યાના અભાવને ધ્યાનમાં રાખીને સ્મશાન ઘાટની દિવાલ તોડી વધારાની જગ્યાની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં એક સાથે ડઝનબંધ લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. જગ્યાના અભાવે ઘણા લોકોના અહીં એક સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે, કારણ કે એક ચિતાને બુઝાવવામાં સમય લાગે છે, તેથી એક સાથે ઘણી ચીતાઓમાં આગ લગાવવામાં આવે છે.
લોકોને એક થી બે કલાક જોવી પડે છે રાહ
જીતેન્દ્રસિંહ શંટીએ જણાવ્યું હતું કે, સીમાપુરી સ્મશાન ઘાટમાં તેમના પરિજનોના અંતિમ સંસ્કાર કરવા માટે આવતા લોકોને કોઈ મુશ્કેલી ના પડે તેની કાળજી રાખવામાં આવે છે. આકરા તાપને જોતાં પરિવારો માટે શરબત, જ્યુસ અને ખાવા-પીવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. મૃતકના પરિવારજનોએ વધુ રાહ જોવી ન પડે તે માટે વધારાના અસ્થાયી સ્મશાનગૃહો બનાવવામાં આવ્યા છે. હાલમાં લોકોને એક થી બે કલાક રાહ જોવી પડે છે. જોકે, અમારો પ્રયાસ છે કે લોકોને વધુ સમય રાહ ન જોઈ પડે.
લાકડા માટે અહી 5 કાઉન્ટર બનાવવામાં આવ્યા
જીતેન્દ્રસિંહ શંટીએ જણાવ્યું હતું કે, શરૂઆતના દિવસોમાં લાકડાની અછત હતી જેના કારણે લોકોને રાહ જોવી પડતી હતી. પરંતુ હાલમાં અહીં લાકડાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મૃતકોનો અંતિમ સંસ્કાર સરળતાથી થઈ શકે. લાકડા માટે અહી 5 કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. જ્યાંથી સ્મશાનમાં લાકડા પૂરા પાડવામાં આવે છે. લોકોની સેવા કરવી એ આપણો ધર્મ છે અને અમે તેનું પાલન કરી રહ્યા છીએ.
આ પણ વાંચોઃ દિલ્હીમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 357ના મૃત્યુ
15 દિવસ દરમિયાન 1000 લોકોના અંતિમ સંસ્કાર કરાયા
1 એપ્રિલથી 3 એપ્રિલ દરમિયાન પૂર્વ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના સીમપુરી સ્મશાનગૃહમાં કુલ 818 લોકોની અંતિમ વિધિ કરવામાં આવી છે. જેમાં કોરોના કેસની પુષ્ટિ વારા 699 તેમજ 119 શંકાસ્પદ કોરોના કેસના મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરાયા હતા. શહીદ ભગતસિંહ સેવા દળના જીતેન્દ્રસિંહ શાંતિ નિગમના આંકડાથી સહમત નથી. તેમણે માહિતી આપતા જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ 100થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 15 દિવસ દરમિયાન અહીં લગભગ 1000 લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં છે.
આ પણ વાંચોઃ દિલ્હીમાં એક કલાકમાં 14થી વધુના કોરોનાથી મોત, 23,331 નવા કેસ નોંધાયા
સ્મશાન સમિતિ દ્વારા 3450 રૂપિયા ફી લેવામાં આવે છે
સીમાપુરી સ્મશાનગૃહમાં અંતિમ સસ્કાર માટે, સ્મશાન સમિતિ દ્વારા 3450 રૂપિયા ફી લેવામાં આવે છે. જેમાં લાકડા, પંડિતની સંસ્કાર સેવા, લાકડાની સેવા, અસ્થિ ક્રિયા, થાળી સેવાનો સમાવેશ થાય છે. એમ્બ્યુલન્સ અને પી.પી.ઇ કીટનો ખર્ચ આ ફીમાં શામેલ નથી. જીતેન્દ્રસિંહ શંતિએ જણાવ્યું હતું કે, અહીં દૈનિક 10 થી 15 લોકોના અંતિમ સંસ્કાર નિ: શુલ્ક કરવામાં આવે છે, કારણ કે કેટલાક મૃતકોના સબંધીઓ પૈસા ચૂકવવામાં અસમર્થ છે, જેના માટે શહીદ ભગત સિંઘ સેવા દલ દ્વારા કરવામાં આવે છે.