- કોવિડ રસીકરણનું પ્રમાણપત્ર હવે સેકન્ડમાં વોટ્સએપ
- કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે આ માહિતી આપી
- સંદેશ મોકલી એક જ વખતમાં પ્રમાણપત્ર મેળવી શકે
નવી દિલ્હી: કોવિડ રસીકરણનું પ્રમાણપત્ર હવે સેકન્ડમાં વોટ્સએપ દ્વારા મેળવી શકાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે આ માહિતી આપી છે કે, આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાની કચેરીએ કહ્યું છે કે, જે કોઈ પણ વ્યક્તિ પોતાનું રસીકરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા માગો છે તે એક નંબર પર વોટ્સએપ સંદેશ મોકલી શકે છે અને એક જ વખતમાં પ્રમાણપત્ર મેળવી શકે છે.
આ પણ વાંચો: કોરોના રસીકરણના બન્ને ડોઝ ક્યાં સુધી મળશે, સરકારે સાંસદમાં આપી જાણકારી
આરોગ્ય પ્રધાનની કચેરીએ કર્યું ટ્વીટ
આરોગ્ય પ્રધાનની કચેરીએ ટ્વીટ કર્યું કે "ટેકનોલોજીનો ઉપયોગ કરીને સામાન્ય માણસના જીવનમાં ક્રાંતિ લાવી! હવે MyGov કોરોના હેલ્પડેસ્ક દ્વારા 3 સરળ પગલાંમાં COVID-19 રસીકરણ પ્રમાણપત્ર મેળવી શકાશે.
આ પણ વાંચો: Russian Vaccine Registration: અન્ય રાજ્યોના લોકોએ સુરતમાં કરાવ્યું રજિસ્ટ્રેશન