ETV Bharat / bharat

Corona cases In Parliament: સંસદમાં 400થી વધુ કર્મચારી કોરોનાથી થયા સંક્રમિત - Corona cases In Parliament

ભારતમાં કોરોના સંક્રમણ (corona in india) સતત વધી રહ્યું છે. નવીનતમ ઘટનાક્રમમાં સંસદના કર્મચારીઓ કોરોના સંક્રમિત (Parliamentary staff infected with corona) થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સંસદના 400થી વધુ કર્મચારીઓ કોવિડ-19થી સંક્રમિત થયા છે.

Corona cases In Parliament: સંસદમાં 400થી વધુ કર્મચારી કોરોનાથી થયા સંક્રમિત

author img

By

Published : Jan 9, 2022, 9:14 AM IST

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધવા લાગ્યા છે. સંસદમાં કામ કરતા કર્મચારીઓ કોરોના પોઝિટિવ (Parliamentary staff infected with corona) હોવાનું જાણવા મળ્યું છે. સંસદમાં કોરોનાને (Corona cases In Parliament) લઈને મીડિયા અહેવાલો અનુસાર સંસદના 400 થી વધુ કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત (covid 400 parliament employees) થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, 6-7 જાન્યુઆરી વચ્ચે કામ કરતા સંસદના કર્મચારીઓ કોરોના સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે.

દિલ્હીમાં કોરોનાના 20,181 નવા કેસ

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દિલ્હીમાં કોરોનાના 20,181 નવા કેસ સામે આવ્યા છે. રાજધાની દિલ્હીનો કોરોના પોઝિટિવ રેટ વધીને લગભગ 20 ટકા થઈ ગયો છે.

11 ડોકટરો કોરોના વાયરસથી સંક્રમિત

સંસદમાં કોરોના સંક્રમણ ઉપરાંત દિલ્હીની લોકનાયક જય પ્રકાશ નારાયણ (LNJP) હોસ્પિટલના ડોક્ટરો પણ કોવિડ-19થી સંક્રમિત થઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 11 ડોકટરો કોરોના વાયરસથી સંક્રમિત છે. ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત પાંચ દર્દીઓને એલએનજેપીમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલોમાં કોરોના સંક્રમણ

લોકનાયક જય પ્રકાશ નારાયણ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ. સુરેશ કુમારે જણાવ્યું હતું કે, 'અત્યાર સુધીમાં અમારા 26 કર્મચારીઓ વાયરસથી સંક્રમિત થયા છે. તેમાંથી 11 ડોક્ટરો છે અને બાકીના નર્સિંગ સ્ટાફ અને સેનિટેશન વર્કર છે.

ઓમિક્રોનથી સંક્રમિત પાંચ દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા

ઓમિક્રોનથી સંક્રમિત પાંચ દર્દીઓને આ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે 180 લોકોને રજા આપવામાં આવી છે. મૃત્યુ અંગે ડૉ. કુમારે જણાવ્યું હતુમ કે, મૃત્યુ એવા લોકોના હતા જેઓ અન્ય રોગોથી પીડિત હતા અથવા જેઓ મોટી ઉંમરના હતા.

સ્થિતિ સર્જાઈ છે તે ચિંતાજનક નથી

સ્વાસ્થ્ય કર્મચારીઓને કોરોના સંક્રમણ અંગે દિલ્હીના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને શનિવારે જણાવ્યું હતું કે, જે સ્થિતિ સર્જાઈ છે તે ચિંતાજનક નથી.

દિલ્હીમાં શુક્રવાર રાતથી વીકએન્ડ કર્ફ્યુ

સંસદ ભવનમાં કોરોના (Corona cases In Parliament) વિસ્ફોટ પહેલા જ દિલ્હીમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના કારણે કોવિડ-19ના કેસમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને કેજરીવાલ સરકારે મંગળવારે દિલ્હીમાં સપ્તાહના અંતમાં કર્ફ્યુ લાદી દીધુ હતું. દિલ્હીમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે શુક્રવાર રાતથી વીકએન્ડ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે.

પોલીસ અને વહીવટી અધિકારીઓને તૈનાત

COVID-19 સંબંધિત માર્ગદર્શિકાનો અમલ કરવા અને ઉલ્લંઘન પર નજર રાખવા માટે પોલીસ અને વહીવટી અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા છે.

વીકએન્ડ કર્ફ્યુ સોમવારે સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે

દિલ્હી પોલીસે કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે લાદવામાં આવેલા વીકએન્ડ કર્ફ્યુને ધ્યાનમાં રાખીને પેટ્રોલિંગ વધારી દીધું છે. લોકોને ચેતવણી આપવામાં આવી છે કે, કર્ફ્યુના આદેશનું ઉલ્લંઘન કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વીકએન્ડ કર્ફ્યુ શુક્રવારે રાત્રે 10 વાગ્યે શરૂ થયું હતું અને સોમવારે સવારે 5 વાગ્યા સુધી અમલમાં રહેશે.

લોકો બિનજરૂરી રીતે બહાર ન નીકળે

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, લોકો બિનજરૂરી રીતે બહાર ન નીકળે તેની ખાતરી કરવા માટે 55 કલાકના કર્ફ્યુ સમયગાળા દરમિયાન પોલીસ અને વહીવટીતંત્રની ટીમોને સંપૂર્ણ સતર્કતા સાથે તૈનાત કરવામાં આવશે. એક જિલ્લા અધિકારીએ કહ્યું, 'અમે કોવિડ -19 સંબંધિત કર્ફ્યુ નિયમો અને અન્ય માર્ગદર્શિકા લાગુ કરવા માટે તૈયાર છીએ. વરસાદને કારણે લોકો ઘરની અંદર રહે તેવી શક્યતા છે, જેના કારણે અમારું કામ થોડું સરળ બનશે.

દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને ટ્વીટ કર્યું

દિલ્હીના સ્વાસ્થ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને શનિવારે સવારે ટ્વીટ કરીને કહ્યું હતું કે, કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા માટે દિલ્હીમાં વીકએન્ડ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો છે. જો રોગના ગંભીર લક્ષણો હોય તો જ હોસ્પિટલમાં જાઓ. આ રોગની સારવાર ઘરે એકાંતમાં રહીને શક્ય છે. માસ્ક પહેરો અને કોવિડ-19 સંબંધિત તમામ દિશાનિર્દેશોનું પાલન કરો.

કર્ફ્યુ દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા લોકોને ઘરની બહાર નીકળવાની મંજૂરી

વીકએન્ડ કર્ફ્યુ દરમિયાન, ફક્ત આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા અને કટોકટીનો સામનો કરનારાઓને જ તેમના ઘરની બહાર નીકળવાની મંજૂરી આપવામાં આવશે. જેઓ બહાર નીકળે છે તેઓએ ઈ-પાસ અથવા સરકાર દ્વારા જારી કરાયેલ માન્ય ઓળખ કાર્ડ બતાવવાનું રહેશે. કર્ફ્યુ દરમિયાન માત્ર આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે કરિયાણા, તબીબી સાધનો, દવાની દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

ભારતમાં કોરોના સંક્રમણના મામલામાં મહારાષ્ટ્ર સૌથી ઉપર

ભારતમાં કોરોના સંક્રમણના મામલામાં મહારાષ્ટ્ર સૌથી ઉપર છે. સમગ્ર રાજ્યમાં કોવિડ-19ના 7.97 લાખથી વધુ કેસ નોંધાયા છે. જોકે, મુંબઈના કોરોનાના આંકડા ડરામણા છે. છેલ્લા 24 કલાકમાં મુંબઈમાં કોરોના વાયરસના 20,318 નવા કેસ નોંધાયા છે. પાંચ લોકોના મોત થયા છે.

આ પણ વાંચો:

India Corona Update : છેલ્લા 24 કલાકમાં બેકાબૂ કોરોનાના 1.41 લાખથી વધારે કેસ નોંધાયા

Corona Third Wave In India: ભારતમાં શરૂ થઈ ગઈ છે કોરોનાની ત્રીજી લહેર, વધતા કેસો પર બોલ્યા નિષ્ણાતો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.