- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40,120 નવા કેસ
- 585થી વધુ લોકોના મૃત્યું થયા
- રિકવરી પ્રાપ્તિ દર હવે 97.46%
નવી દિલ્હી : ભારતમાં એક દિવસમાં કોવિડ -19 ના 40,120 નવા કેસ આવવાથી કોરોના સંક્રમણના કુલ કેસ વધીને 3,21,17,826 થયા છે. જ્યારે સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા વધીને 3,13,02,345 થઈ છે.
બહાર પાડવામાં આવેલા અપડેટ કરેલા આંકડાઓ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા શુક્રવારના રોજ સવારે 8 વાગ્યે બહાર પાડવામાં આવેલા અપડેટ કરેલા આંકડાઓ અનુસાર, મૃત્યુની સંખ્યા વધીને 4,30,254 થઈ ગઈ છે અને 585 વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં કોરોના વાયરસનો પુન રિકવરી પ્રાપ્તિ દર હવે 97.46 ટકા છે અને દૈનિક સકારાત્મકતા દર 2.04 ટકા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આ પણ વાંચો: India Corona Update: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 46,148 નવા કેસ નોંધાયા
મંત્રાલય દ્વારા જણવવામાં આવ્યું
મંત્રાલય દ્વારા જણવવામાં આવ્યું છે કે, છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ની સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા 42, 295 છે. જ્યારે ગુરુવારે, કોવિડ -19 માટે 19,70,495 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે, આ રોગની તપાસ માટે અત્યાર સુધી પરીક્ષણ કરાયેલા નમૂનાઓની સંખ્યા વધીને 48,94,70,779 થઈ ગઈ છે.
આ પણ વાંચો: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42,015 નવા કેસ નોંધાયા, 3,998 મોત નીપજ્યાં
ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ સંક્રમિતોની સંખ્યા
ગયા વર્ષે 7 ઓગસ્ટના રોજ સંક્રમિતોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટ, 30 લાખ અને 5 સપ્ટેમ્બરે 40 લાખથી વધુ હતી. તે જ સમયે, ચેપનાં કુલ કેસો 16 મી સપ્ટેમ્બરે 50 લાખ, 28 મી સપ્ટેમ્બરે 60 લાખ, 11 મી ઓક્ટોબરે 70 લાખ, 29 મી ઓક્ટોબરે 80 લાખ અને 20 નવેમ્બરે 90 લાખને વટાવી ગયા છે. દેશમાં, 19 ડિસેમ્બરે, આ કેસો એક કરોડ, 4 મેના રોજ બે કરોડ અને 23 જૂને આ કેસો ત્રણ કરોડને વટાવી ગયા હતા.