ETV Bharat / bharat

કોરોનાના બીજા તબક્કાના રસીકરણનો પ્રારંભ, જાણો કઇ રીતે થાય છે નોંધણી

કોવિડ-19 રસીકરણ અભિયાનનો બીજો તબક્કાની કો-વિન 2.0 પોર્ટલ પર 1 જાન્યુઆરી 2022 ના સોમવારે સવારે નોંધણી શરૂ થશે. રસીકરણ માટે કો-વિન2.0 પોર્ટલનો ઉપયોગ કરી શકશે અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય આઈટી એપ્લીકેશનથી પણ બુકિંગ કરી શકે છે.

કોરોનાના બીજા તબક્કાના રસીકરણનો પ્રારંભ, જાણો આ રીતે કરી શકો છો નોંધણી...

author img

By

Published : Mar 1, 2021, 2:40 PM IST

  • 1 માર્ચે 60 વર્ષથી વધુ ઉંમરના અને અન્ય રોગોથી પીડિત વ્યક્તિ રસીકરણ કરી શકશે
  • આરોગ્ય સેતુ જેવી અન્ય આઈટી એપ્લીકેશનથી પણ બુકિંગ કરી શકાશે
  • ખાનગી હોસ્પિટલોમાં 1 ડોઝ દીઠ 250 રૂપિયા ચાર્જ

નવી દિલ્હી: કોવિડ-19 રસીકરણ અભિયાનનો આગામી તબક્કો આજે 1 માર્ચે 60 વર્ષથી વધુ ઉંમરના અને જે અન્ય રોગોથી પીડિત છે તેવા, 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો માટે છે. કો-વિન 2.0 પોર્ટલ પર 1 જાન્યુઆરી 2022 ના સોમવારે સવારે નોંધણી શરૂ થશે. નાગરિકો રજીસ્ટર કરી શકશે અને ગમે ત્યાં રસીકરણ માટે કો-વિન2.0 પોર્ટલનો ઉપયોગ કરી શકશે અથવા આરોગ્ય સેતુ જેવી અન્ય આઈટી એપ્લીકેશનથી પણ બુકિંગ કરી શકે છે.

કોવિન વેબસાઇટ પર નોંધણી 1 માર્ચે શરૂ થશે

મંત્રાલયે કહ્યું કે, કોવિન વેબસાઇટ પર નોંધણી 1 માર્ચે સવારે 9 કલાકે શરૂ થશે. આવા બધા નાગરિકો કે જેઓ 1 જાન્યુઆરી 2022 ના રોજ વૃદ્ધ, અથવા 60 વર્ષ કે તેથી વધુ વયના અને 1 જાન્યુઆરી 2022 ના રોજ અન્ય રોગોથી પીડિત છે તેવા, 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો નોંધણી પાત્ર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ (એનએચએ) દ્વારા આયુષ્માન ભારત પીએમજેવાય હેઠળ 10,000 ખાનગી હોસ્પિટલો માટે આયોજીત એક વર્કશોપ દરમિયાન, રાજ્ય સરકારની આરોગ્ય વીમા યોજના હેઠળ સીજીએચએસ અને અન્ય ખાનગી હોસ્પિટલો હેઠળ સૂચિબદ્ધ 600થી વધુ ખાનગી હોસ્પિટલોની નિયુક્તિ કરવામાં આવી છે.

લાયક વ્યક્તિ પગલા-દર-પગલાની રસીકરણ કરાવી શકાશે

કોઈ પણ તારીખ માટે કોવિડ રસીકરણ કેન્દ્રમાં નિમણૂકો જે દિવસે સ્લોટ્સ ખોલવામાં આવ્યા હતા તે દિવસે બપોરે 3 વાગ્યે બંધ કરવામાં આવશે. મંત્રાલયે જણાવ્યું હતું કે, જો કોઈ લાભકર્તા પ્રથમ ડોઝ માટેની એપોઇન્ટમેન્ટ રદ કરે છે, તો બંને ડોઝની નિમણૂક મંત્રાલયના જણાવ્યા મુજબ, સ્થળ રજિસ્ટ્રેશનની સુવિધા કરવામાં આવશે જેથી પાત્ર લાભાર્થીઓ તેમની નોંધણી કરાવી અને રસીકરણ કરાવી શકાય તે રીતે કેન્દ્રોમાં જઈ શકે. લાયક વ્યક્તિ પગલા-દર-પગલાની પ્રક્રિયા દ્વારા તેમના મોબાઇલ નંબર દ્વારા કો-વિન 2.0 પોર્ટલ પર નોંધણી કરાવી શકશે.

સરકારી હોસ્પિટલોમાં કોવિડ-19 રસી મફત આપવામાં આવશે

ખાનગી હોસ્પિટલોમાં ડોઝ દીઠ 250 રૂપિયા ચાર્જ થઈ શકે છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, ખાનગી હોસ્પિટલો કોવિડ-19 રસીના ડોઝ દીઠ 250 રૂપિયા સુધીનો ચાર્જ લઈ શકે છે. મંત્રાલયે 45થી 59 વર્ષની વયના લોકોમાં રસીકરણમાં શામેલ થવા માટે 20 ગંભીર બીમારીઓ પણ નોંધાવી છે. આમાં હૃદયરોગ, કોરોનરી ધમની રોગ, સીટી/એમઆરઆઈ સ્ટ્રોક, 10 વર્ષથી વધુ સમયથી ડાયાબિટીઝ, હાઈ બ્લડ પ્રેશર, કિડની રોગ વગેરેનો સમાવેશ થાય છે. સરકારી હોસ્પિટલોમાં કોવિડ-19 રસી મફત આપવામાં આવશે, જ્યારે ખાનગી હોસ્પિટલોમાં લોકોએ તેની કિંમત ચૂકવવી પડશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, રસી માટે મહત્તમ ફી 250 રૂપિયા રહેશે, જેમાં રસીની કિંમત 150 રૂપિયા અને સર્વિસ ફી 100 રૂપિયા છે. આ વ્યવસ્થા આગામી ઓર્ડર સુધી અમલમાં રહેશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.