ETV Bharat / bharat

લખનૌમાં કોરોનાથી નીપજતા મોતને કારણે સત્તાવાર આંકડાઓની વાસ્તવિકતા સામે પ્રશ્નાર્થ - corona update

લખનૌમાં કોવિડ 19થી નિપજેલાં મોત અનેક વણઉકલ્યા સવાલોને પાછળ છોડી રહ્યાં છે. મોડી રાત સુધી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. લોકોએ કોરોના સામેના જંગમાં જીવ ગુમાવનારા તેમના મૃતક સ્વજનોના અંતિમ સંસ્કાર કરવા માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. મોતની આ સંખ્યા કોરોનાના કારણે નીપજેલાં મોત અંગે જાહેર કરવામાં આવી રહેલા સત્તાવાર આંકડા પર પ્રશ્નાર્થ મૂકે છે. જો સરકારી અહેવાલો કોરોનાના કારણે ઓછાં મોત નીપજ્યાં હોવાનું દર્શાવતા હોય, તો પછી સ્મશાન ગૃહોમાં મૃતદેહોની આટલી લાંબી કતારો શા માટે જોવા મળી રહી છે? કોરોના સિવાય અન્ય કયા કારણોસર આટલા જીવોનો ભોગ લેવાઇ રહ્યો છે!

અંતિમ સંસ્કાર
અંતિમ સંસ્કાર
author img

By

Published : Apr 17, 2021, 10:21 PM IST

Updated : Apr 19, 2021, 10:08 PM IST

  • 16 એપ્રિલના રોજ લખનૌમાં 5,183 પોઝિટિવ કેસ નોંધાયા
  • લખનૌના વિવિધ સ્મશાન ગૃહોમાં સરેરાશ 60 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરાયા
  • મોતના સત્તાવાર આંકડા અને સ્મશાન ગૃહોમાં થયેલા અંતિમ સંસ્કારની સંખ્યામાં તફાવત

ઉત્તર પ્રદેશ : છેલ્લા મુઘલ બાદશાહ બહાદુર શાહ ઝફરનું એક પ્રખ્યાત વાક્ય છે – કિતના હૈ બદનસીબ ઝફર દફન કે લિયે, દો ગઝ ઝમીન ભી ના મીલી કુ-એ-યાર મેં. બહાદુર શાહ ઝફરે આ વાક્ય લખ્યું, ત્યારે કોઇએ કલ્પના પણ નહીં કરી હોય કે, લખનૌમાં તે વાસ્તવિકતા બની જશે. કોરોનાનું સંક્રમણ ઉત્તર પ્રદેશના પાટનગરની વ્યાપક વસ્તીને ઝડપથી તેની ભીંસમાં લઇ રહ્યું છે. ગુરુવારે 5,183 લોકો કોરોનાવાઇરસથી સંક્રમિત થયા હતા. સરકારી આંકડાઓ અનુસાર, 26 લોકોએ કોરોનાથી જાન ગુમાવ્યા હતા. જોકે, બે સ્મશાન ગૃહમાં આખી રાત મૃતદેહોના અંતિમ સંસ્કાર ચાલુ રહ્યા હતા, જ્યારે 108 મૃતદેહોને દફનાવવામાં આવ્યા હતા. શહેરનાં વિવિધ સ્મશાન ગૃહોમાં સરેરાશ 60 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં પહોંચી નથી રહ્યા કે શું?

કહેવાની જરૂર નથી કે, ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં સરકાર દ્વારા દર્શાવવામાં આવી રહેલા મોતના આંકડા કરતાં લગભગ સાતગણા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. સ્મશાન ગૃહો અને કબ્રસ્તાનોમાં અંતિમક્રિયા માટે મૃતદેહોની લાંબી કતારો લોકોમાં એવી શંકા જન્માવી રહ્યા છે કે, કોરોનાના કારણે નિપજતા મોતના સત્તાવાર આંકડા સાચા છે કે નહીં. બીજો પ્રશ્ન એ ઉદ્ભવે છે કે, કોરોનાના દર્દીઓ હોસ્પિટલમાં પહોંચી નથી રહ્યા કે શું? આ કિસ્સામાં તેમની યોગ્ય તપાસ કરવામાં આવી રહી નથી. આ તમામ કારણોના લીધે મોતના સત્તાવાર આંકડા વાસ્તવિક સ્થિતિ કરતાં ઘણા વેગળા છે.

આ પણ વાંચો - મહેસાણા સ્મશાનમાં દર્દનાક સ્થિતિ, અંતિમ સંસ્કાર કરનારાની આંખોમાં પાણી સુકાતા નથી

ગુરુવારે રાત્રે શહેરના ભૈંસા કુંડ અને ગુલાલા ઘાટ ખાતે 108 મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હતી

લખનૌ શહેરના કમિશનર અજય દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે, ગત ગુરુવારે રાત્રે શહેરના ભૈંસા કુંડ અને ગુલાલા ઘાટ ખાતે 108 મૃતદેહોની અંતિમવિધિ કરવામાં આવી હતી. સ્મશાન ગૃહ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સ્મશાન ગૃહના લોકો જણાવે છે કે, વર્તમાન સમયમાં સ્મશાન ગૃહોમાં જગ્યાના અભાવે પ્લેટફોર્મ પર તથા અન્ય ખાલી જગ્યાઓએ પણ અંતિમવિધિ કરવામાં આવે છે. સ્મશાન ગૃહોમાં મૃતદેહોની સંખ્યા વધી જવાની સાથે-સાથે કબ્રસ્તાનોમાં પણ મૃતદેહોની લાંબી લાઇન લાગેલી છે. કબ્રસ્તાન કમિટિના ઇમામ અબ્દુલ મતીનના જણાવ્યા પ્રમાણે, લખનૌમાં નાનાં-મોટાં થઇને કુલ 100 કબ્રસ્તાન આવેલાં છે. સામાન્ય દિવસોમાં આ કબ્રસ્તાનોમાં પાંચથી છ વ્યક્તિને દફનાવવામાં આવતા હતા. વર્તમાન સમયમાં, રોજ સરેરાશ 60થી 70 મૃતદેહોને દફનાવવામાં આવે છે. સુન્નીઓ દ્વારા સંચાલિત ઐશબાગ ખાતેના કબ્રસ્તાન ખાતે તથા તાલકટોરા ખાતેના શિયાઓના કરબલા કબ્રસ્તાન ખાતે વધુ પ્રમાણમાં મૃતદેહો લઇ જવાઇ રહ્યા છે.

મૃતેહોની સંખ્યા વધતાં કબર ખોદવાના ઊંચા દામ વસૂલાય છે

ગુરુવારે શહેરના રહેવાસી અદનાન દાનિશના પિતાનું અવસાન થયું. અદનાન દાનિશ સ્વજનો સાથે તેમના પિતાની દફનવિધિ કરવા માટે ઐશબાગ કબ્રસ્તાન પહોંચ્યા. અદનાન દાનિશે જણાવ્યું હતું કે, મોતની સંખ્યામાં અચાનક થયેલા વધારાના કારણે, દફનવિધિ માટે રાહ જોવી પડે છે. કબર ખોદનારી વ્યક્તિઓ એક કબર ખોદવા બદલ રૂ. 800 વસૂલતી હતી. હવે તે લોકો એક કબર ખોદવાના રૂ. 1500થી રૂ. 2500ની માગણી કરી રહ્યા છે. દુઃખની વાત એ છે કે, જે લોકો વધુ પૈસા આપે, તેમનું કામ પહેલું કરવામાં આવે છે, જ્યારે અન્ય લોકોએ રાહ જોવી પડે છે.

મૃતદેહને લઇ જવા માટે બેફામ ચાર્જ વસૂલાય છે

અદનાન દાનિશે જણાવ્યું હતું કે, તેમના પિતાનું મેડિકલ કોલેજમાં અવસાન થયું હતું. ત્યાંથી એઇશબાગ કબ્રસ્તાન માત્ર એક કિલોમીટરના અંતરે આવેલું છે. જ્યારે તેમણે મેડિકલ કોલેજથી ત્યાં સુધી જવા માટે શબવાહિની બોલાવી, તો તેમણે મૃતદેહને કબ્રસ્તાનમાં લઇ જવા માટે રૂ. 2200ના ચાર્જની માંગણી કરી. અદનાન પાસે આ રકમ ચૂકવવા સિવાય છૂટકો ન હતો.

આ પણ વાંચો - ભાવનગરમાં સરકારી ચોપડે અત્યાર સુધીમાં 76 મોત, જ્યારે એક જ સ્મશાનમાં રોજના 20 મૃતદેહને અપાય અગ્નિદાહ

કબ્રસ્તાનમાં જગ્યાની કમી નથી

કબ્રસ્તાન સમિતિના ઇમામ અબ્દુલ મતીનના જણાવ્યા પ્રમાણે, આટલી મોટી સંખ્યામાં દફનવિધિ કરવામાં આવી હોવા છતાં લખનૌનાં કબ્રસ્તાનોમાં જગ્યાની કમી નથી. કબ્રસ્તાનની ઘણી કબરો જૂની છે. જગ્યાઓ ખાલી છે, જ્યાં અન્ય મૃતદેહો દફનાવી શકાય છે.

ખ્રિસ્તી કબ્રસ્તાન, જ્યાં 15 દિવસમાં 15 અંતિમવિધિ કરવામાં આવી

લખનૌમાં છેલ્લા 15 દિવસમાં ખ્રિસ્તી સમુદાયની 15 વ્યક્તિનાં કોરોના સંક્રમણના કારણે મોત નીપજ્યાં હતાં. ફાધર જ્હોન ડિસોઝા જણાવે છે કે, કોરોનાનું સંક્રમણ સ્થિરપણએ વધી રહ્યું છે. જ્યારે સંક્રમિત વ્યક્તિનું મોત નીપજે છે અને તેને દફનાવવા માટે લાવવામાં આવે છે, ત્યારે માત્ર પાંચ વ્યક્તિને જ મૃતદેહને દફનાવવા માટે કબ્રસ્તાનમાં પ્રવેશવાની પરવાનગી આપવામાં આવે છે.

આ પણ વાંચો - નવસારીમાં સરકારી ચોપડે એપ્રિલ મહિનામાં 2 મોત, જ્યારે સ્મશાનમાં 129 મૃતદેહને કોવિડ ગાઇડલાઇનથી અપાયો અગ્નિદાહ

આંકડાકીય તથ્ય

  • લખનૌમાં ગુરુવારે કોરોનાના કારણે 26 લોકોનાં મોત નિપજ્યાં હતાં, પણ 108 મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
  • લખનૌના 100 કબ્રસ્તાનમાં રોજ સરેરાશ પાંચથી સાત મૃતદેહ દફન કરવામાં આવતા હતા. હવે, રોજના 60 મૃતદેહ આવે છે.
  • કબર ખોદનારાઓ દરેક કબર ખોદવા બદલ રૂ. 1500થી રૂ. 2500ની માગણી કરી રહ્યા છે, જ્યારે અગાઉ એક કબર ખોદવા બદલ રૂ. 800 વસૂલવામાં આવતા હતા.
  • મૃતદેહને સ્મશાન સુધી લઇ જવા માટે વાન એક કિલોમીટરના રૂ. 2200નો ચાર્જ વસૂલી રહી છે.
  • છેલ્લા 15 દિવસોમાં ખ્રિસ્તી સમુદાયના 15 લોકોએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા હતા.

Last Updated : Apr 19, 2021, 10:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.