ETV Bharat / bharat

Liquor Scam Case : રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 22 નવેમ્બર સુધી લંબાવી - રાઉઝ એવન્યુ કોર્ટ

દિલ્હી લિકર કૌભાંડ કેસમાં ધરપકડ કરાયેલા AAP નેતા મનીષ સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. 26 ફેબ્રુઆરીના રોજ તેઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી મનીષ સિસોદિયાને જામીન મળ્યા નથી. અગાઉ રાઉઝ એવન્યુ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

Liquor Scam Case
Liquor Scam Case
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2023, 3:30 PM IST

રાઉઝ એવન્યુ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 22 નવેમ્બર સુધી લંબાવી

નવી દિલ્હી : દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા CBI સંબંધિત એક કેસમાં આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં હાજર થયા હતા. કેસની સુનાવણી બાદ કોર્ટે મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 22 નવેમ્બર સુધી વધારી દીધી છે. નોંધનીય છે કે, રાઉઝ એવન્યુ કોર્ટ અને દિલ્હી હાઈકોર્ટ દ્વારા જામીન અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ મનીષ સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જેના પર છેલ્લા બે મહિનાથી સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટમાં પણ ED અને CBIએ ઘણી દલીલો સાથે સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કર્યો છે. ED ની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે, જો સમગ્ર કૌભાંડમાં આમ આદમી પાર્ટીને ફાયદો થયો છે તો પછી આમ આદમી પાર્ટીને આરોપી કેમ બનાવવામાં ન આવી.

શું હતો મામલો ? સુપ્રીમ કોર્ટની ટિપ્પણી બાદ હવે ED મની લોન્ડરિંગ કેસમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવા પર વિચાર કરી રહી છે. આ અંગેની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે. લોકોનું માનવું છે કે જો મની લોડિંગ કેસમાં આમ આદમી પાર્ટીને આરોપી બનાવવામાં આવશે તો પાર્ટીના નેતૃત્વ અને સંગઠન બંને પર તેની નકારાત્મક અસર પડશે. ઉલ્લેખનિય છે કે, CBI દ્વારા 26 ફેબ્રુઆરીના રોજ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ED દ્વારા 9 માર્ચના રોજ તિહાર જેલમાંથી મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી સિસોદિયા ED અને CBI બંને કેસમાં તિહાર જેલમાં બંધ છે. આ સમય દરમિયાન તેમની જામીન માટે અરજી દાખલ કરવાની પ્રક્રિયા નીચલી અદાલતથી લઈને ઉપરની અદાલતમાં ચાલી રહી છે. આબકારી કૌભાંડમાં ઘણા આરોપીઓને જામીન મળી ગયા છે, પરંતુ મનીષ સિસોદિયાને જામીન મળવાના બાકી છે.

  1. BJP Allegation on Manish Sisodia : ભાજપે મનીષ સિસોદીયા પર કર્યો મોટો આક્ષેપ, આપને આડેહાથ લીધી
  2. CBI summons Arvind Kejriwal: CM અરવિંદ કેજરીવાલનો મોટો આક્ષેપ, કહ્યું- ED-CBI કોર્ટમાં ખોટું બોલ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.