ETV Bharat / bharat

શ્રીહરિકોટાથી દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ આજે થયુ લોન્ચ

ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) ના ચેરમેન પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે(Countrys first private rocket Vikram S ) ભારતમાં ખાનગી ક્ષેત્ર માટે આ એક વિશાળ છલાંગ છે. સ્કાયરૂટને રોકેટ લોન્ચ કરવા માટે અધિકૃત પ્રથમ ભારતીય કંપની બનવા બદલ અભિનંદન.

આંધ્રપ્રદેશઃ દેશનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ આજે શ્રીહરિકોટાથી લોન્ચ થશે

author img

By

Published : Nov 18, 2022, 7:38 AM IST

Updated : Nov 18, 2022, 11:40 AM IST

ચેન્નાઈ/નવી દિલ્હી: ભારતનો અવકાશ કાર્યક્રમ શુક્રવારે નવી ઊંચાઈઓને સ્પર્શશે જ્યારે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) શ્રીહરિકોટામાં તેના કેન્દ્રમાંથી દેશનું પ્રથમ(Countrys first private rocket Vikram S ) ખાનગી રીતે વિકસિત રોકેટ 'વિક્રમ-એસ' લોન્ચ કરાયુ છે. ચાર વર્ષ જૂના સ્ટાર્ટ-અપ સ્કાયરૂટ એરોસ્પેસના વિક્રમ-એસ રોકેટના પ્રથમ પ્રક્ષેપણ માટે તૈયારીઓ કરવામાં આવી છે. આ દેશના અવકાશ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશને ચિહ્નિત કરશે, જે દાયકાઓથી સરકારી માલિકીની ISRO દ્વારા પ્રભુત્વ ધરાવે છે.

લોન્ચિંગનો સમય નક્કી: કેન્દ્ર સરકારે 2020 માં સ્પેસ ઉદ્યોગને ખાનગી ક્ષેત્ર માટે ખોલ્યા પછી સ્કાયરૂટ એરોસ્પેસ એ ભારતીય અવકાશ કાર્યક્રમમાં પગ મૂકનાર ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની કંપની બની છે. શુક્રવારે સવારે 11:30 વાગ્યે પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસને લોન્ચિંગ કરાયુ છે. અગાઉ તેને 15 નવેમ્બરે લોન્ચ કરવાની યોજના હતી. વિક્રમ-એસ સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થયા બાદ 81 કિમીની ઊંચાઈએ પહોંચશે. રોકેટનું નામ ભારતીય સ્પેસ પ્રોગ્રામના પિતા અને દિવંગત વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે.

ત્રણ પેલોડ: 'પ્રરંભ' નામનું મિશન બે સ્થાનિક અને એક વિદેશી ગ્રાહકના ત્રણ પેલોડ વહન કરશે. વિક્રમ-એસ સબ-ઓર્બિટલ ફ્લાઇટ ચેન્નાઈના સ્ટાર્ટઅપ સ્પેસ કિડ્ઝ, આંધ્ર પ્રદેશના સ્ટાર્ટઅપ એન-સ્પેસ ટેક અને આર્મેનિયન સ્ટાર્ટઅપ બાઝુમક્યુ સ્પેસ રિસર્ચ લેબના ત્રણ પેલોડ લઈ જવાશે. સ્કાયરૂટના એક અધિકારીએ જણાવ્યું હતું કે, રોટેશનલ સ્ટેબિલિટી માટે 3-ડી પ્રિન્ટેડ સોલિડ પ્રોપેલન્ટ ધરાવતું છ મીટર ઊંચું રોકેટ વિશ્વનું પ્રથમ રોકેટ છે. ભારતીય સ્પેસ રેગ્યુલેટર ઇન-સ્પેસે બુધવારે સ્કાયરૂટના વિક્રમ-એસ સબ-ઓર્બિટલ વ્હીકલના લોન્ચને અધિકૃત કર્યું છે.

ઇતિહાસ રચવા જઈ રહ્યું છે: ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) ના ચેરમેન પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે, ભારતમાં ખાનગી ક્ષેત્ર માટે આ એક વિશાળ છલાંગ છે. સ્કાયરૂટને રોકેટ લોન્ચ કરવા માટે અધિકૃત પ્રથમ ભારતીય કંપની બનવા બદલ અભિનંદન. કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ભારત ISROની માર્ગદર્શિકા હેઠળ શ્રીહરિકોટાથી 'સ્કાયરૂટ એરોસ્પેસ' દ્વારા વિકસિત પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ કરીને ઇતિહાસ રચવા જઈ રહ્યું છે.

સપનાને સાકાર: તેમણે કહ્યું કે, અવકાશ ક્ષેત્રના સુધારાએ સ્ટાર્ટ-અપ્સ માટે નવીન સંભાવનાઓ ખોલી છે અને ટૂંકા ગાળામાં લગભગ 102 સ્ટાર્ટ-અપ્સ અવકાશ ભંગાર વ્યવસ્થાપન, નેનો-ઉપગ્રહો, પ્રક્ષેપણ વાહનો અને સંશોધન વગેરે ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. મંત્રીના નિવેદનના જવાબમાં, Skyroot Aerospace એ સોશિયલ મીડિયા પર કહ્યું, "અમને અમારા મિશન પર ગર્વ છે જે ભારતીય ખાનગી ક્ષેત્ર માટે ઈતિહાસ રચવા જઈ રહ્યું છે અને અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાને સાકાર કરવા જઈ રહ્યું છે."

ખૂબ જ ઉત્સાહિત: ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે આ મહિનાની શરૂઆતમાં બેંગલુરુમાં 'પ્રરંભ'નું અનાવરણ કર્યું હતું. સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સ્થાપક પવન કે. ચાંદનાએ જણાવ્યું હતું કે, મહિનાઓની નિંદ્રા વિનાની રાતો અને અમારી ટીમ દ્વારા ઝીણવટભરી તૈયારીઓ પછી, અમે અમારા પ્રથમ લોન્ચ મિશન 'પ્રારંભ'ની જાહેરાત કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.

Last Updated : Nov 18, 2022, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.