હૈદરાબાદ: ફાઈઝર અને એસ્ટ્રાજેનેકા રસીના બંને ડોઝના સંચાલનના 6 અઠવાડિયા પછી, શરીરમાં એન્ટિબોડીઝનું સ્તર ઓછું થવાનું શરૂ થાય છે. 10 અઠવાડિયામાં, 50 ટકાથી વધુ ઘટાડી શકે છે. ધ લેન્સેટમાં પ્રકાશિત સંશોધનમાં, એવો દાવો કરવામાં આવ્યો છે કે, ફાઇઝર-એસ્ટ્રાજેનેકાની બે ડોઝ પછી એન્ટિબોડીઝ જે દરથી વધે છે. તે જ ગતિ 2 થી 3 અઠવાડિયામાં ઘટી પણ જાઇ છે. રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે આ રસીઓ કોવિડ -19 વાયરસ સામે અસરકારક છે.
બ્રિટનમાં યુનિવર્સિટી કોલેજ લંડન (યુસીએલ) ના સંશોધનકારોની ચિંતા વ્યક્ત કરી
બ્રિટનમાં યુનિવર્સિટી કોલેજ લંડન (યુસીએલ) ના સંશોધનકારોની ચિંતા એ છે કે, જો એન્ટિબોડીનું સ્તર આ દરથી નીચે આવવાનું ચાલુ રહેશે. તો પછી રસીની અસરો પણ ઓછી થવા લાગશે. જ્યારે કોરોનાના નવા વેરિએન્ટ એક પડકાર બની રહ્યા છે, તો પછી એન્ટિબોડી સ્તરમાં ઘટાડો ચિંતાજનક છે. યુસીએલની મેડ્ડી શ્રોટ્રીના જણાવ્યા અનુસાર, અભ્યાસમાં રસીની માત્રાની અસર બધા જ જૂથોમાં સમાન જોવા મળી છે. જ્યારે તમામ ઉંમરના 600 લોકો ડેટા શામેલ છે. રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે, ફાઈઝરની રસીનાં બંને ડોઝ લેનારાઓમાં એસ્ટ્રાજેનેકા લેનારાઓ કરતાં વધુ એન્ટિબોડીઝ હોવાનું જણાયું છે.
ભારતમાં હાલમાં ત્રણ રસી ઉપલબ્ધ છે
એસ્ટ્રાજેનેકાની રસી ભારતમાં કોવિશિલ્ડ નામથી બનાવવામાં આવે છે. તેનું નિર્માણ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કર્યું છે. ફાઈઝર હજી ભારતમાં ઉપલબ્ધ નથી. ત્યારે ફાઈઝરને દેશવ્યાપી ઇમ્યુનાઇજેશન પ્રોગ્રામમાં સામેલ કરવા માટે ભારત કંપની સાથે વાતચીત કરી રહ્યું છે. ભારતમાં હાલમાં 18 વર્ષથી વધુ વયના લોકો માટેની ત્રણ રસી ઉપલબ્ધ છે. કોવિશિલ્ડ, કોવાકસીન અને રશિયાની રસી સ્પુતનિક -v
આ પણ વાંચો: સર્વે: વેકસીનોફોબિયા (વેકસીનનો ભય) અને ઝયૂસોફોબિયા (ભગવાનનો ભય) એકબીજા સાથે જોડાયેલા છેવાંચો:
70 વત્તા વય જૂથ માટે બૂસ્ટર ડોઝની ભલામણ કરે છે
આ સંશોધનનાં પરિણામો પછી, રસીના બે ડોઝ પછી બૂસ્ટર ડોઝ લાગું કરવાની ભલામણ કરવામાં આવી છે. યુસીએલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ ઇન્ફોર્મેટિક્સના પ્રોફેસર રોબ એલ્ડ્રિજના જણાવ્યા અનુસાર, પ્રારંભિક તબક્કે એસ્ટ્રાઝેનેકા રસી લેનારા લોકોમાં હવે એન્ટિબોડીઝનું પ્રમાણ ખૂબ નીચું જઇ શકે છે. આવા લોકોને બુસ્ટર ડોઝની જરૂર પડશે. સંશોધન પરિણામોના આધારે, 70 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો માટે બૂસ્ટર ડોઝની ભલામણ કરવામાં આવી છે.
લેન્સેટ કોવિડ પર સતત સંશોધન કરી રહ્યું છે
લેન્સેટ કોવિડના ડેલ્ટા વેરિઅન્ટની ઓળખ પહેલાં પણ એક સંશોધન પ્રકાશિત કર્યું હતું. ત્યારબાદ એવો દાવો કરવામાં આવ્યો હતો કે, ફાઇઝર અને એસ્ટ્રાજેનેકાની કોવિડ વિરોધી રસીઓની એક માત્રા 65 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને SARS-CoV-2 ચેપ સામે લગભગ 60 ટકા સુરક્ષા પૂરી પાડે છે. આ સિવાય, ભારત અને ઇંગ્લેન્ડના સંશોધનકારોએ બે અલગ-અલગ અભ્યાસમાં જાણવા મળ્યું કે, એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ કોવિડ -19 રસી લેનારા 11 લોકોએ એક દુર્લભ પ્રકારનો ન્યુરોલોજીકલ ડિસઓર્ડર વિકસાવી, જેને ગિલાઇન-બેરે સિન્ડ્રોમ નામ આપવામાં આવ્યું છે. હાલમાં, નવા સંશોધનના પરિણામો પણ આવ્યા છે, સરકારોએ નક્કી કરવાનું છે કે બૂસ્ટર ડોઝની જરૂર છે કે નહીં.
રસી માટે બૂસ્ટર ડોઝ શું છે?
દરેક વય જૂથ માટે રસીની માત્રા નિશ્ચિત છે. જ્યારે રસીની સૂચિત માત્રા લેવામાં આવે છે, ત્યારે શરીર એન્ટિબોડીઝ ઉત્પન્ન કરે છે. એન્ટિબોડીએ શરીરનું એક તત્વ છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિ શરીરમાં વાયરસને તટસ્થ બનાવવા માટે ઉત્પન્ન કરે છે. બૂસ્ટરએ એક ડોઝ છે જે કોઈ રોગ સામેની વ્યક્તિની પ્રતિરક્ષા વધારવા માટે આપવામાં આવે છે. એન્ટિબોડીઝ શરીરમાં 'ઇમ્યુનોલોજિકલ મેમરી' ના આધારે કામ કરે છે. સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે, એન્ટિબોડીઝ ઓછી હોવા છતાં, તેની રોગપ્રતિકારક ક્ષમતા બની રહે છે. જેના કારણે તે આપણને લાંબા સમય સુધી વાયરસથી સુરક્ષિત રાખી શકે છે. જો કે, બૂસ્ટર ડોઝ તરત જ શરીરની અંદરની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે.
આ પણ વંચો: Vaccine rumors: શું કોરોના વેક્સિન પછી બાળકો પેદા નહીં કરી શકાય? આરોગ્ય મંત્રાલયે આપ્યો જવાબ
ફાઈઝરનું સૌથી માંગમાં રહેલું ઉત્પાદન કોરોના રસી છે.
તેમ છતાં સંશોધનથી બહાર આવ્યું છે કે, ફાઇઝરના રસીકરણના 6 અઠવાડિયા પછી, એન્ટિબોડીઝ ઘટવાનું શરૂ કરે છે, પરંતુ કંપનીની કમાણીમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ફાઇનાન્સિયલ એક્સપ્રેસ અનુસાર, ફાઈઝરના ચીફ એક્ઝિક્યુટિવ આલ્બર્ટ બોરેલા માને છે કે, ફલૂ રસીની જેમ, પણ કોરોના રસીની માગ લાંબા સમય સુધી ચાલુ રહેશે. 2021 ના પ્રથમ ક્વાર્ટર (જાન્યુઆરી-માર્ચ) માં, કંપનીનું સૌથી વધુ વેચાણ કરતું ઉત્પાદન કોરોનાની રસી હતી. પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીને કોરોના રસી દ્વારા 25.9 હજાર કરોડ રૂપિયાની આવક મળી હતી, જ્યારે કુલ આવક રૂપિયા 1.08 લાખ કરોડ હતી.