- 24 કલાકમાં કોરોના વાયરસના 39,742 નવા કેસ નોંધાયા
- ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 535 નવા મોત થયા
- દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,08,212 છે
નવી દિલ્હી : ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 39,742 નવા કેસો નોંધાયા છે અને સંક્રમણના કારણે 535 નવા મોત થયા છે. દેશમાં હવે પોઝિટિવ કેસોની સંખ્યા 3,13,71,901 છે. જ્યારે મૃત્યુ આંકની કુલ સંખ્યા 4,20,551 પર પહોંચી ગઈ છે. તે સમયે છેલ્લા 24 કલાકમાં 39,972 દર્દીઓને રજા આપવામાં આવી છે. દેશમાં સક્રિય કેસની કુલ સંખ્યા 4,08,212 છે.
આ પણ વાંચો : વડોદરામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતની ઉજવણી, બગીચાઓમાં કોરોના ગાઈડલાઈનના ઘજાગરા
24 કલાકમાં કોરોના વાયરસની 51,18,210 રસી અપાઇ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસની 51,18,210 રસી આપવામાં આવી હતી. જે પછી કુલ રસીકરણનો આંકડો 43,31,50,864 હતો.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
આંદામાન-નિકોબારમાં એક પણ નવો કેસ નહિ
આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહમાં રવિવારે કોરોનાનો એક પણ નવો કેસ નોંધાયો નથી. આરોગ્ય વિભાગના એક બુલેટિનમાં જણાવવામાં આવ્યું હતું કે, દ્વીપસમૂહમાં કોરોના વાયરસના સંક્રમણથી પ્રભાવિત લોકોની સંખ્યા 7,525 છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ ત્રણ દર્દીઓની સ્વસ્થ થયા પછી જે લોકોની તબિયત સુધરી છે. તેઓની સંખ્યા વધીને 7,382 થઈ ગઈ છે.
આ પણ વાંચો : સોમવારથી ધોરણ 9 થી 11ના કલાસરુમ શિક્ષણ શરૂ થશે, સ્કૂલોમાં સેનિટાઈઝેશન કાર્ય થયું
કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાની 2.81 લાખ લોકોને રસી અપાઇ
કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોનાના સારવાર હેઠળ આવતા દર્દીઓની સંખ્યા 14 છે. જ્યારે અત્યારસુધીમાં આ રોગને કારણે 129 દર્દીઓના મોત થયા છે. સ્વાસ્થ્ય બુલેટિનમાં જણાવવામાંં આવ્યું હતું કે, કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના માટે અત્યાર સુધીમાં 4.31 લાખ લોકોની તપાસ કરવામાં આવી છે અને કોરોનાની 2.81 લાખ લોકોને રસી આપવામાં આવી છે.
આ પણ વાંચો -
- સુરતમાં વેક્સિનેશન માટે આખી રાત મચ્છરોના ત્રાસમાં લાઈનમાં ઉભા રહે છે લોકો
- કોરોનાની ત્રીજી લહેરના ભણકારા, મુખ્ય આરોગ્ય સચિવે વડોદરાની SSG હોસ્પિટલના તબીબો સાથે કરી ચર્ચા
- Vaccine Rakhi: રક્ષાબંધન નિમિતે રાજકોટની બજારોમાં કોરોના વેક્સિનવાળી રાખડી માચાવશે ધૂમ
- હાઈકોર્ટમાં કોરોના સુઓમોટોની સુનવણી પૂર્ણ, કોર્ટે કહ્યું - 'કોરોનાની ત્રીજી લહેર માટે પીડિયાટ્રીક ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારો'
- કોરોનાની સંભવિત ત્રીજી લહેરના ભયના કારણે ગાંધીનગરમાં Corona Testing વધારાયું