- દિલ્હીમાં 26 દિવસ બાદ ઘટ્યા કોરોનાના કેસ
- છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,336 કેસ નોંધાયા
- એપ્રિલમાં દરરોજ કોરોનાના કેસે નવા રેકોર્ડ બનાવ્યા
નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેર દિલ્હીને પણ ભારી પડી છે. અહીં બેડ અને ઓક્સિજનની અછતનો સામનો કરી રહેલા દિલ્હીને રવિવારે થોડી રાહત મળી હતી. કારણ કે, રવિવારે અહીં કોરોનાના નવા કેસ 13,336 નોંધાયા હતા, જે છેલ્લા 26 દિવસના સૌથી ઓછા કેસ હતા. જ્યારે 8 મેના દિવસે કોરોનાના કેસ 17,364 નોંધાયા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતમાં કોરોના સંક્રમણ ઘટ્યું: 24 કલાકમાં 11084 નવા કેસ સાથે 14,770 દર્દીઓએ કોરોનાને માત આપી
લૉકડાઉનની અસર જોવા મળી
રવિવારે ફક્ત કેસ ઓછા નથી નોંધાયા, પરંતુ મોત પણ ઓછા થયા છે. રવિવારે કોરોના સંક્રમણના કારણે 273 લોકોના મોત થયા હતા. બીજી તરફ મુખ્યપ્રધા કેજરીવાલે લૉકડાઉન વધારવાની પણ જાહેરાત કરી હતી. 19 એપ્રિલે એક અઠવાડિયા માટે લૉકડાઉન કરવામાં આવ્યું હતું, જેને વધારીને 17 મે સુધી કરવામાં આવ્યું હતું. દિલ્હીમાં લૉકડાઉનના કારણે કોરોનાના કેસ ઘટ્યા તેવું મનાઈ રહ્યું છે.
આ પણ વાંચોઃ સુરત ગ્રામ્યમાં કોરાના વાઇરસના નવા 274 કેસ નોંધાયા, 288 થયા સ્વસ્થ
દિલ્હીમાં 10 મે સુધી 39 લાખ લોકોનું વેક્સિનેશન થયું
તો બીજી તરફ દિલ્હીમાં વેક્સિનેશને પણ ગતિ પકડી છે, જેના કારણે કોરોનાનો સામનો કરવામાં મદદ મળી રહી છે. દિલ્હીમાં 10 મે સુધી 39,07,468 લોકોનું વેક્સિનેશન થયું છે, જેમાં પહેલો ડોઝ લેનારાની સંખ્યા 30,45,393 અને બીજો ડોઝ લેનારા 8,62,075નો સમાવેશ થાય છે.