નવી દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીનું જોખમ (India Corona Update) ફરી એકવાર વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં 1,41,986 નવા કોરોના કેસ નોંધાયા છે. આ સાથે, કોવિડ 19ના 40,895 દર્દીઓ સાજા થયા હતા અને 285 મૃત્યુ થયા હતા. આમ, દૈનિક પોઝિટિવ કેસનો દર 9.28% થઈ ગયો છે.
પોઝિટિવ કેસની સંખ્યા 4,72,16 નોંધાઈ
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, દેશમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 4,72,169 થઈ ગઈ છે. આ ઉપરાંત, મહામારીને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 4,83,463 નોંધાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા મળતી માહિતી અનુસાર, ગઈકાલે (શુક્રવાર) 40,485 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3,44,12,740 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
દેશમાં અત્યાર સુધીમાં 150 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્યમાં કોરોના સંક્રમણ (Gujarat Corona Update) દિવસેને દિવસે વધી રહ્યું છે. 1 ડિસેમ્બરની આસપાસ સમગ્ર ગુજરાતમાં ફક્ત 25થી 30 જેટલા જ પોઝિટિવ કેસ આવી રહ્યા હતા, પરંતુ જાન્યુઆરીના 7 તારીખે સમગ્ર રાજ્યમાં 5396 કોરોનાના પોઝિટિવ કેસ (Positive case in Gujarat) નોંધાયા છે. શુક્રવારે કોરોના નવા વેરિયન્ટ ઓમિક્રોન (Omicron case in Gujarat)નો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે સુરત જિલ્લામાં 1 મૃત્યુ નોંધાયુ છે.