ETV Bharat / bharat

corona update : દેશમાં છેલ્લા 24 કલાકમાં 41 હજાર 831 નવા કેસ, 541ના મોત

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 41 હજાર 831 નવા કેસ નોંધાયા છે. ત્યાં છેલ્લા 24 કલાકમાં 39 હજાર 258 લોકો કોરોનાથી સાજા થયા છે.

corona update
corona update
author img

By

Published : Aug 1, 2021, 12:21 PM IST

  • 24 કલાકમાં કોરોના વાયરસના 41 હજાર 831 નવા કેસ
  • દેશમાં અત્યાર સુધીમાં 4 લાખ 24 હજાર 351 લોકોના મોત
  • કેરળમાં 24 કલાક દરમિયાન 20 હજાર 624 નવા કેસ નોંધાયા

હૈદરાબાદ : દેશમાં કોરોના સંક્રમણના કેસ અટકવાનું નામ લઈ રહ્યા નથી. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 41 હજાર 831 નવા કેસ નોંધાયા છે. ત્યાં 541 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. દેશમાં આ જીવલેણ બિમારીથી અત્યાર સુધીમાં 4 લાખ 24 હજાર 351 લોકોના મોત થયા છે.

છેલ્લા 24 કલાકમાં 39 હજાર 258 લોકો સ્વસ્થ થયા

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 39 હજાર 258 લોકો કોરોનાથી સ્વસ્થ થયા છે. જે પછી સ્વસ્થ થયેલા લોકોની સંખ્યા વધીને 3 કરોડ 8 લાખ 20 હજાર 521 થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 3 કરોડ 16 લાખ 55 હજાર 824 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : બનાસકાંઠામાં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક વચ્ચે BSF જવાનો કોરોના સંક્રમિત મળ્યા

કેરળમાં કોરોનાના કેસમાં થયો વધ્યા

કેરળમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 20 હજાર 624 નવા કેસ નોંધાયા છે. છેલ્લા પાંચ દિવસમાં કુલ નવા કેસ એક લાખથી પર થઇ ગયા છે. અહીં 16,865 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે સક્રિય કેસોની કુલ સંખ્યા 1,64,500 નોંધવામાં આવી છે. રાજ્યમાં કોરોનાને કારણે 80 લોકોના મોત થયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 16 હજાર 781 થયો છે.

દેશમાં કોરોનાની રસીના 46.72 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં દેશમાં લોકોને કોરોનાની રસીના 46.72 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાનના 197મા દિવસે સાંજે 7 વાગ્યા સુધીમાં તમામ પ્રાંતોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર, રસીના કુલ 53,72,302 ડોઝ આપવામાં આવ્યા હતા. જેમાં 38,22,241 લોકોએ પ્રથમ ડોઝ લીધો હતો. જ્યારે 15,50,061 લોકોને બીજી ડોઝ આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : કોરોનાના કેસ ઘટતા ગિરનારમાં પ્રવાસીઓની સંખ્યા વધી, Udan Khatola બન્યું આકર્ષણનું કેન્દ્ર

કોરોના રસીના 46,72,59,775 ડોઝ અત્યાર સુધી લોકોને અપાયા

મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે, વસ્તી અગ્રતા જૂથોના આધારે કોરોના રસીના 46,72,59,775 ડોઝ અત્યાર સુધી લોકોને આપવામાં આવ્યા છે. તેના અનુસાર શનિવારે 18થી 44 વર્ષની વયના 27,90,366 લોકોને પ્રથમ રસીનો ડોઝ અને 4,98,407 લોકોને બીજો રસીનો ડોઝ આપવામાં આવ્યો હતો.

18થી 44 વર્ષની વયના 15,52,16,851 લોકોને પ્રથમ ડોઝ અપાયો

રસીકરણ અભિયાનના ત્રીજા તબક્કાની શરૂઆતથી અત્યાર સુધી દેશના 37 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 18થી 44 વર્ષની વયના 15,52,16,851 લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 85,77,075 લોકોને બીજી ડોઝ આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.