- છેલ્લા ત્રણ દિવસથી સતત 40 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાયા
- શુક્રવારે કોરોનાના નવા 44,230 કેસ નોંધાયા
- વધુ 555 દર્દીઓના થયા મોત
નવી દિલ્હી: દેશમાં છેલ્લા ત્રણ દિવસથી સતત 40 હજારથી વધુ કોરોના( Corona )ના કેસ નોંધાયા છે. શુક્રવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 44,230 નવા કોરોના( Corona )ના કેસ નોંધાયા હતા અને 555 દર્દીઓના મોત થયા હતા. કેરળમાં સૌથી વધુ 22,064 નવા કેસો નોંધાયા છે. જોકે, સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં 42,360 લોકો કોરોનામાંથી સાજા પણ થયા છે.
ગઈ કાલે 18.16 લાખ કોરોના સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યાં
આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ, 29 જુલાઈ સુધી દેશભરમાં 45 કરોડ 60 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યાં છે. ગઈ કાલે 51 લાખ 83 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા. ગઈ કાલે 18.16 લાખ કોરોના સેમ્પલના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા, જેનો પોઝિટિવિટી રેટ 3 ટકાથી ઓછો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
કેરળમાં કોરોનાના કેસમાં સતત વધારો
કેરળમાં સતત ત્રીજા દિવસે કોવિડના 22,000 થી વધુ નવા કેસ નોંધાયા છે. ગુરુવારે, કોવિડના 22,064 નવા કેસ નોંધાયા અને 128 લોકોના મોત થયા છે. રાજ્યમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 33 લાખ 49 હજાર 365 થઈ છે અને મૃતકોની સંખ્યા વધીને 16,585 થઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,68,96,792 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: Gujarat Corona Update: 27 નવા કેસ નોંધાયા, એક પણ મૃત્યુ નહિં
એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં સાતમા ક્રમે
દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.34 ટકા છે, જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધુ છે. એક્ટિવ કેસ 1.28 ટકા છે. કોરોના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં સાતમા ક્રમે છે. સંક્રમિતોની કુલ સંખ્યાના સંદર્ભમાં ભારત બીજા નંબરે છે, જ્યારે અમેરિકા, બ્રાઝિલ પછી ભારતમાં સૌથી વધુ મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધીમાં 4 લાખ 23 હજાર 217 લોકોના થયા છે મોત
અત્યાર સુધીમાં કુલ ત્રણ કરોડ 15 લાખ 72 હજાર લોકોને ચેપ લાગ્યો છે. તેમાંથી 4 લાખ 23 હજાર 217 લોકોનાં મોત નીપજ્યાં છે. રાહતની વાત છે કે 3 કરોડ 7 લાખ 43 હજાર લોકો સાજા પણ થયા છે. કુલ 4 લાખ 5 હજાર 155 લોકો હજી પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: CORONA UPDATE IN INDIA : દેશમાં કોરોનાથી અત્યાર સુધીમાં 4 લાખ 21 હજારથી વધુ લોકોના મોત